કોરોના: બ્રાજીલને પછાડી બીજા નંબરે પહોંચ્યું ભારત, 41 લાખની નજીક સંક્રમિતોની સંખ્યા

દેશમાં કોરોનાના રેકોર્ડતોડ કેસ સામે આવી રહ્યા છે. દરરોજ 80 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. કોરોનાની સતત વધતી જતી ગતિ સાથે ભારત હવે સંક્રમિતોની સંખ્યાના મામલે બીજા નંબર પર પહોંચી ગયું છે.

કોરોના: બ્રાજીલને પછાડી બીજા નંબરે પહોંચ્યું ભારત, 41 લાખની નજીક સંક્રમિતોની સંખ્યા

નવી દિલ્હી; દેશમાં કોરોનાના રેકોર્ડતોડ કેસ સામે આવી રહ્યા છે. દરરોજ 80 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. કોરોનાની સતત વધતી જતી ગતિ સાથે ભારત હવે સંક્રમિતોની સંખ્યાના મામલે બીજા નંબર પર પહોંચી ગયું છે. ભારતે બ્રાજીલને પછાડી દીધું છે અને તેનાથી આગળ હવે ફક્ત અમેરિકા છે. 

દેશમાં કોરોનાના કુલ 40,96,690 થી વધુ કેસ થઇ ગયા છે તો બીજી તરફ અત્યાર સુધી 70,500થી વધુ લોકોના જીવ ગયા છે. બ્રાજીલની વાત કરીએ તો અહીંયા સંક્રમિતોની સંખ્યા 40,91,801 છે અને 1,25, 500થી વધુ લોકોના મોત થયા છે. તો બીજી તરફ દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકા કોરોના આગળ પસ્ત થઇ ચુક્યું છે. કોરોનાના દર્દીઓના મામલે તે પહેલાં સ્થાન પર છે. અમેરિકામાં કોરોનાના 62 લાખથી વધુ કેસ છે અને 1, 88,000 થી વધુ લોકોના મોત થયા છે. 

31 લાખથી વધુ દર્દી થઇ ચૂક્યા છે સાજા
દેશમાં શનિવારે 83 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 1000થી વધુ લોકોના મોત થયા છે. આ પહેલાં શુક્રવારે ભારતમાં કોરોનાના રેકોર્ડ 86432 કેસ સામે આવ્યા, જ્યારે 1089 દર્દીઓના મોત થયા.

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 8,60,134 છે. રાહતની વાત એ છે કે સાજા થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી 31,72,000 થી વધુ દર્દી સારવાર બાદ સાજા થઇ ચૂક્યા છે. શનિવારે 67 હજારથી વધુ દર્દી સ્વસ્થ્ય થયા છે. 

દુનિયાભરમાં કોરોનાના કેટલા કેસ
દુનિયાભરમાં કોરોનાના કુલ 2 કરોડ 66 લાખથી વધુ કેસ થઇ ગયા છે, જ્યારે 8 લાખ 75 હજારથી વધુ લોકોના જીવ ગયા છે. કોરોનાએ સૌથી વધુ તબાહી અમેરિકામાં મચાવી છે. ત્યારબાદ ભારતનો નંબર છે. તો બ્રાજીલ ત્રીજા અને રશિયા ચોથા નંબર પર છે. રશિયામાં કોરોનાના 10 લાખ 17 હજારથી વધુ કેસ છે અને 17 હજાર 700થી વધુ મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news