Corona Update: દેશમાં વધ્યા કોરોનાના કેસ, મોતના આંકડામાં પણ જોવા મળ્યો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના નવા કેસની સાથે સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે.

Corona Update: દેશમાં વધ્યા કોરોનાના કેસ, મોતના આંકડામાં પણ જોવા મળ્યો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 378 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

નવા 18 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 18,870 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,37,16,451 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 28,178 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,29,86,180 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. હાલ દેશમાં 2,82,520 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે દેશમાં 18,795 નવા દર્દીઓ નોંધાયા હતા જ્યારે 179 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. 

મોતનો આંકડો વધ્યો
સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના નવા કેસની સાથે સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગઈ કાલે કોરોનાથી 179 દર્દીઓના મોત થયા હતા જ્યારે લેટેસ્ટ આંકડા મુજબ એક દિવસમાં 378 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો વધીને હવે 4,47,751 પર પહોંચી ગયો છે. 

— ANI (@ANI) September 29, 2021

આટલા કોરોના ટેસ્ટ થયા
ICMR ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ 56,74,50,185 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15,04,713 ટેસ્ટ ગઈ કાલે એટલે કે છેલ્લા 24 કલાકમાં કરાયા છે. 

રસીના 54 લાખ ડોઝ અપાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ કોરોના રસીના કુલ 87,66,63,490 ડોઝ અપાયા છે. જેમાંથી 54,13,332 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news