Coronavirus નો સામનો કરવા અન્ય દેશોની મદદ લેશે ભારત, મંગાવી આ જરૂરી દવાઓ
ભારતમાં જે રીતે કોરોના મહામારીનો (Corona epidemic) કહેર જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આખા દેશમાં રેમડેસિવિરથી (Remdesivir Injection) ઓક્સિજન (Oxygen) સુધીની આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સિસ્ટમ મજબૂત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં જે રીતે કોરોના મહામારીનો (Corona epidemic) કહેર જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આખા દેશમાં રેમડેસિવિરથી (Remdesivir Injection) ઓક્સિજન (Oxygen) સુધીની આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સિસ્ટમ મજબૂત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ભારતે આ માટે બીજા દેશોની મદદ લેવાની યોજના બનાવી છે. સંકટના આ સમયમાં રશિયાએ (Russia) ભારત તરફ હાથ વધાર્યો છે. તેમણે ભારતને જીવન બચાવવાની દવાઓ આપવાની ઓફર કરી છે.
આ દેશોએ કરી મદદની ઓફર
ભારત મદદ માટે સિંગાપોર તરફ જોઈ રહ્યું છે. તેને ત્યાંથી ઓક્સિજન અને ISO કન્ટેનર મળવાની આશા છે. ISO કન્ટેનર એ મોટા કદના શિપિંગ કન્ટેનર છે જેનો ઉપયોગ પરિવહનના વિવિધ મોડ્સમાં થઈ શકે છે. આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કોરોનાના કહેરનો ભોગ બનેલા ભારતીયોને પોતાનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું, 'અમે સંકટની આ ઘડીમાં ભારતીય જનતાની સાથે ઉભા છીએ. ફ્રાંસ આ સંઘર્ષમાં તમારી સાથે છે. અમે આ મહામારી સામે લડવા માટે અમારો ટેકો આપવા તૈયાર છીએ.'
આ પણ વાંચો:- Exclusive Video: નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીકના CCTV ફૂટેજ સામે આવ્યા, 24 દર્દીઓના ગયા જીવ
યુરોપિયન સંઘે પણ આપ્યો સપોર્ટ
યુરોપિયન સંઘે કોરોના મહામારી (Corona Epidemic) પર ભારતને સમર્થન આપ્યું છે. યુરોપિયન કમિશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ Margrethe Vestager અને ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર વચ્ચે આજે આ વાતચીત થઈ હતી. જેમાં Margrethe Vestager એ યુરોપિયન સંઘ વતી સંકટના આ સમયમાં ભારતને પોતાનો ટેકો આપ્યો હતો. બેઠક બાદ વિદેશ પ્રધાન ડો. જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, "કોરોના સંકટ સમયે આપેલા આ સમર્થન અંગે અમે ઇયુની પ્રશંસા કરીએ છીએ. અમને આશા છે કે આ મુશ્કેલ સમયમાં ઇયુ આપણી ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મદદ કરશે.'
આ પણ વાંચો:- PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક, કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત
જાપાને આર્થિક સહાયતાની જાહેરાત કરી
ફ્રાન્સ અને રશિયા ઉપરાંત જર્મની, ઓસ્ટ્રેલિયા અને UAE પણ ભારતને મદદ કરવાની ઓફર કરી છે. ભારતને જાપાન તરફથી પણ મદદ મળી રહી છે. ત્યાંથી, ભારત ઓક્સિજન જનરેટર ખરીદવા જઈ રહ્યું છે. જાપાન દ્વારા અગાઉ કોવિડ ઇમરજન્સી સહાય તરીકે 50 અબજ યેન અને અનુદાન તરીકે એક અબજ યેનની સહાય કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે