Exclusive Video: નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીકના CCTV ફૂટેજ સામે આવ્યા, 24 દર્દીઓના ગયા જીવ
ઝી મીડિયાને એક્સક્લુઝિવ ફૂટેજ મળ્યું છે જેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ગેસ રિફિલિંગ દરમિયાન લીક થયો અને આ દુર્ધટના ઘટી.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિકની એક હોસ્પિટલમાં બુધવારે (21 એપ્રિલ) ઓક્સિજન ટેન્ક લીક થતા 24 દર્દીઓએ જીવ ગુમાવ્યા. નાસિકના ઝાકિર હુસૈન હોસ્પિટલમાં આ ઓક્સિજન ટેન્ક લીક થઈ હતી. જેના કારણે અડધા કલાક સુધી ઓક્સિજન પુરવઠો ખોરવાયો અને આટલા મોટા પાયે દર્દીઓએ જીવ ગુમાવ્યા. હવે આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે.
ઝી મીડિયાને એક્સક્લુઝિવ ફૂટેજ મળ્યું છે જેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ગેસ રિફિલિંગ દરમિયાન લીક થયો અને આ દુર્ધટના ઘટી.
જુઓ Exclusive Video
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે જ્યાં રોજેરોજ 60 હજારથી ઉપર કોરોનાના નવા કેસ સામે આવે છે. આજે પણ મહારાષ્ટ્રમાં એક બીજી મોટી દુર્ઘટના ઘટી જેમાં વિરારમાં આવેલી એક કોવિડ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાતે આગ ભભૂકી ઉઠી. વિરારની વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાતે લગભગ 3.30 વાગે આગ લાગી જેમાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે