આજે જ્વેલર્સની દુકાનો પર સોનું ખરીદવા જામશે ભીડ! આજે વર્ષનું પહેલું પુષ્ય નક્ષત્ર, આ વર્ષે 17 વાર આવશે આ સંયોગ

પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતી ખરીદી અને વેચાણ મંગળકારી હોય છે. આ જ કારણ છે કે અનેક લોકો આ દિવસે ખરીદી કરે છે. આ વર્ષ પહેલાં પુષ્ય નક્ષત્ર યોગની શરૂઆત 18 જાન્યુઆરી એટલે આજથી થઈ રહી છે. મંગળવાર હોવાથી એને ભોમ પુષ્ય માનવામાં આવે છે. 27 નક્ષત્રોમાં પુષ્યને સર્વાધિક શુભ માનવામાં આવે છે.

  • કેમ પુષ્યને સર્વાધિક શુભ માનવામાં આવે છે?
  • કેમ આ નક્ષત્રને તિષ્ય અને અમરેજ્ય કહેવાય છે?
  • આજે સોનું ખરીદવું ગણાય છે ખુબ જ શુભ
  • આ આખાય વર્ષ દરમ્યાન 17 દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે
  • 4 એવા સંયોગ બનશે, જેમાં 2 દિવસ આ નક્ષત્ર રહેશે

Trending Photos

આજે જ્વેલર્સની દુકાનો પર સોનું ખરીદવા જામશે ભીડ! આજે વર્ષનું પહેલું પુષ્ય નક્ષત્ર, આ વર્ષે 17 વાર આવશે આ સંયોગ

નવી દિલ્લીઃ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતી ખરીદી અને વેચાણ મંગળકારી હોય છે. આ જ કારણ છે કે અનેક લોકો આ દિવસે ખરીદી કરે છે. આ વર્ષ પહેલાં પુષ્ય નક્ષત્ર યોગની શરૂઆત 18 જાન્યુઆરી એટલે આજથી થઈ રહી છે. મંગળવાર હોવાથી એને ભોમ પુષ્ય માનવામાં આવે છે. 27 નક્ષત્રોમાં પુષ્યને સર્વાધિક શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રને તિષ્ય અને અમરેજ્ય પણ કહેવામાં આવે છે. આ 27માં આઠમનો નક્ષત્ર પુષ્ય હોય છે. આ નક્ષત્રનું મહત્ત્વ રવિવાર અને ગુરુવારના દિવસે હોય છે. પુષ્ય નક્ષત્ર ઉપર શનિ, ગુરુ અને ચંદ્રના પ્રભાવ રહેવાથી તે ખરીદી અને નવા કામની શરૂઆત માટે ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે.

આજે વર્ષનું પહેલું પુષ્ય નક્ષત્ર હોવાથી મંગળ પુષ્યનો સંયોગ બની રહ્યો છો. વાર અને નક્ષત્રના આ સંયોગથી વર્ધમાન નામનો શુભ યોગ પણ રહેશે. પુષ્ય નક્ષત્ર મહિનામાં એકવાર આવે છે. આ પ્રકારે વર્ષમાં 12 દિવસ પુષ્ય નક્ષત્ર રહે છે, પરંતુ આ વખતે વર્ષમાં 17 દિવસ પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી સમૃદ્ધિનો સંકેત છે. એમાં 4 એવા સંયોગ રહેશે, જેમાં બે દિવસ આ નક્ષત્ર રહેશે.

જાણીતા જ્યોતિષાચાર્ય જણાવે છે કે પુષ્ય નક્ષત્ર શુભ કામ અને ખરીદી માટે શ્રેષ્ઠ હોય છે. એના સંયોગનો દિવસ સમૃદ્ધિનો હોય છે. જ્યોતિષમાં આ નક્ષત્રને અમરતા અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. 2022માં બે દિવસ રવિ અને બે દિવસ ગુરુ પુષ્ય નક્ષત્ર રહેશે.

2022માં પુષ્ય નક્ષત્રની તારીખ:

તારીખ                            પુષ્ય નક્ષત્ર યોગ
18 જાન્યુઆરી                  મંગળ પુષ્ય
14-15 ફેબ્રુઆરી                સોમ અને મંગળ પુષ્ય
14 માર્ચ                           સોમ પુષ્ય
10 એપ્રિલ                        રવિ પુષ્ય
7-8 મે                              શનિ અને રવિ પુષ્ય
4 જૂન                              શનિ પુષ્ય
1 જુલાઈ                          શુક્ર પુષ્ય
28 જુલાઈ                        ગુરુ પુષ્ય
24-25 ઓગસ્ટ                 બુધ અને ગુરુ પુષ્ય
21 સપ્ટેમ્બર                    બુુધ પુષ્ય
18 ઓક્ટોબર                   મંગળ પુષ્ય
14-15 નવેમ્બર               સોમ અને મંગળ પુષ્ય
12 ડિસેમ્બર                    સોમ પુુષ્ય

 

શનિ અને ગુરુનું નક્ષત્ર-
પુષ્યને નક્ષત્રોનો રાજ કહેવામાં આવે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ હોય છે, પરંતુ દેવ ગુરુ બૃહસ્પતિને આ નક્ષત્રના અધિષ્ઠાતા દેવ માનવામાં આવે છે, જ્યારે ચંદ્ર પોતાની રાશિ એટલે કર્કમાં આવે છે, ત્યારે કર્ક રાશિમાં 3 અંશ 40 કળાથી 16 અંશ 40 કળા સુધી પુષ્ય નક્ષત્ર હોય છે. આ નક્ષત્રને પોષણ કરનાર માનવામાં આવે છે. શનિના કારણે આ નક્ષત્રમાં કરવામાં આવેલ કામ લાંબા સમય સુધી ફાયદો આપનાર હોય છે અને બૃહસ્પતિના પ્રભાવથી તે શુભદાયી અને સમૃદ્ધિ આપનાર હોય છે. આ નક્ષત્રમાં ખરીદી, નવા કામની શરૂઆત અને ઔષધી ગ્રહણ કરવી શુભ હોય છે.

આ વર્ષે પોત-પોતાની રાશિમાં રહેશે શનિ અને ગુરુ-
જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વર્ષે શનિ અને ગુરુ પોતાની જ રાશિમાં રહેશે. આ કારણે શનિથી શશ અને બૃહસ્પતિથી હંસ નામનો મહાપુરૂષ બનશે. આ શુભ યોગ ધનધાન્ય અને ઐશ્વર્ય વધારનાર રહેશે. આ વર્ષે શનિ પહેલાં મકર અને પછી કુંભમાં રહેશે. શનિની પોતાની જ રાશિમાં હોવાથી તેની અસર વધી જશે. બૃહસ્પતિ ગ્રહ એપ્રિલમાં શનિની રાશિ કુંભમાંથી પોતાની જ રાશિ મીનમાં આવી જશે. મીન રાશિમાં ગુરુના આવવાથી તેનો શુભ પ્રભાવ વધશે. જેથી પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતા કાર્યોમાં સફળતા અને સમૃદ્ધિ વધી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news