Corona અંગે ભારતીય વૈજ્ઞાનિકના રિસર્ચથી ખળભળાટ, બાળકો પર તોળાઈ રહ્યું છે આ મોટું જોખમ

WHO ના વેક્સીન સેફ્ટી નેટના સભ્ય વિપિન એમ વશિષ્ઠના નેતૃત્વમાં કરાયેલો આ રિસર્ચ 4-16 એપ્રિલ વચ્ચે ઉત્તર પ્રદેશના એક બાળ ચિકિત્સા હોસ્પિટલના ઓપીડીમાં સારવાર માટે લાવવામાં આવેલા 25 બાળકો પર આધારિત છે. 

Corona અંગે ભારતીય વૈજ્ઞાનિકના રિસર્ચથી ખળભળાટ, બાળકો પર તોળાઈ રહ્યું છે આ મોટું જોખમ

Covid-19: ભારતમાં કોવિડ 19ના કેસમાં હાલમાં થઈ રહેલા વધારા વચ્ચે ઓમિક્રોન Xbb.1.16 ના સબવેરિએન્ટના પ્રભાવથી એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કન્જેક્ટિવાઈટિસના જોખમનો વધારો થયો છે. WHO ના વેક્સીન સેફ્ટી નેટના સભ્ય વિપિન એમ વશિષ્ઠના નેતૃત્વમાં કરાયેલો આ રિસર્ચ 4-16 એપ્રિલ વચ્ચે ઉત્તર પ્રદેશના એક બાળ ચિકિત્સા હોસ્પિટલના ઓપીડીમાં સારવાર માટે લાવવામાં આવેલા 25 બાળકો પર આધારિત છે. 

વશિષ્ઠ યુપીના બિજનૌર સ્થિત મંગલા હોસ્પિટલ અને અનુસંધાન કેન્દ્રમાં સલાહકાર બાળરોગ વિશેષજ્ઞ પણ છે. તેમણે રિસર્ચ પેપરમાં લખ્યું છે કે અમારું પ્રાથમિક તારણ મોટા બાળકોની સરખામણીમાં નાના શિશુઓની વધુ ભાગીદારી દેખાડે છે અને તેમાં શ્વાસની બીમારી તથા અન્ય પ્રસ્તુતિઓને પ્રાથમિકતા અપાઈ છે. 

તેમણે કહ્યું કે 'એક રસપ્રદ શોધ સકારાત્મક શિશુઓના 42.8 ટકામાં મ્યુકોઈડ ડિસ્ચાર્જ અને પાપણોની ચિકાશ સાથે ખણજ, બિન પ્યુરુલેન્ટ કન્જેક્ટિવાઈટિસની ઉપસ્થિતિ હતી.' મહત્વપૂર્ણ રીતે કોઈ પણ બાળકને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહતી. પ્રીપ્રિન્ટ સાઈટ મેડ્રિક્સિવ પર પ્રકાશિત રિસર્ચપેપરમાં તેમણે કહ્યું કે તમામ બાળકો સારવારથી ઠીક થઈ ગયા. 

વશિષ્ઠે ટ્વિટર પર કેસ અંગે જણાવતા કહ્યું કે હાલ કોવિડ પ્રકોપ ફક્ત 1-3 દિવસો સુધી ચાલનારા હળવા તાવની બીમારી પેદા કરી રહ્યો છે. તેમણે કહ્યું કે મોટા બાળકોમાં શ્વાસ સંબંધિત લક્ષણો પ્રબળ હોય છે અને સૌથી ઓછી ઉંમરમાં રોગગ્રસ્ત થવાનો મામલો 13 દિવસના એક નવજાત શિશુનો હતો. 

તેમણે ટ્વિટર પર લખ્યું છે કે નાના બાળકો મોટા બાળકોની સરખામણીમાં વધુ પ્રભાવિત થાય છે. સૌથી નાનો બાળક 13 દિવસનો નવજાત હતો. તેમણે ક હ્યું કે એક વર્ષથી ઓછી ઉંમરના શિશુઓમાં મોટા બાળકોની સરખામણીમાં ઘણો વધુ સકારાત્મકતા દર  (40.38 ટકા વિરુદ્ધ 10.5 ટકા) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news