વિશ્વમાં ભારતની છબી ગુનેગાર અને બળાત્કારી દેશના રૂપમાં બની રહી છેઃ બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી

પીઠે બુદ્ધિગમ્ય નરેન્દ્ર દાભોલકર અને વામ નેતા ગોવિંદ પંસારેના પરિવારજનોની અરજીઓ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી. 

 વિશ્વમાં ભારતની છબી ગુનેગાર અને બળાત્કારી દેશના રૂપમાં બની રહી છેઃ બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી

મુંબઈઃ કઠુઆ અને ઉન્નાવ બળાત્કાર મામલાને લઈને ઉભા થયેલા રાષ્ટ્રવ્યાપી આક્રોશ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે ગુરૂવારે કહ્યું કે, વિદેશોમાં ભારતની છબી પ્રભાવિત થઈ રહી છે. તથા એવી ધારણા બની રહી છે કે આ ગુનેગારો અને બળાત્કારનો દેશ છે જ્યાં ઉદાર અને ધર્મનિરપેક્ષ લોકો સુરક્ષિત નથી. ન્યાયમૂર્તિ એમસી ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની પીઠે કહ્યું કે, વર્તમાન સ્થિતિને કારણે બાકીની દુનિયાની શૈક્ષણિક કે સાંસ્કૃતિક મુદ્દો પર ભારત સાથે જોડાવામાં સંકોચ અનુભવે છે. 

પીઠે બુદ્ધિગમ્ય નરેન્દ્ર દાભોલકર અને વામ નેતા ગોવિંદ પંસારેના પરિવારજનોની અરજીઓ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી. પરિવારજનોએ બંન્નેની હત્યાના મામલાની કોર્ટના મોનીટરિંગમાં તપાસ કરવાની માંગ કરી છે. પીઠે કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આજે દેશની છબી એવી બની ગઈ છે કે વિદેશમાં રહેતા લોકો એ વિચારે છે કે ભારતમાં માત્ર ગુનાઓ અને બળાત્કાર થાય છે. 

પીઠે કહ્યું, અમેં ગમે ત્યાં જઈએ છીએ (ભારતની બહાર), અમારે ઘણા પ્રશ્નોનો જવાબ આપવો પડે છે. લોકોની ધારણા છે કે ઉદાર, ખુલ્લા મગજવાળા અને ધર્મનિરપેક્ષ લોક ભારતમાં સુરક્ષિત ન રહી શકે અને તેના પર હુમલા થશે. ભારતની છબી કેટલાક લોકોના કૃત્યોને કારણે પ્રભાવિત થઈ રહી છે. 

મહારાષ્ટ્ર સીઆઈડી તરફથી રજૂ વરિષ્ઠ વકીલ અશોક મુંડરાગીએ કોર્ટને કહ્યું કે, આગલ કોઈ ફિલ્ડ તપાસથી કોઈ મજબૂત વસ્તુ મળવાની સંભાવના ઓછી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news