દેશની સુરક્ષા સામે ઊભા થતા પડકારોને પહોંચી વળવા માટે મોદી સરકારે લીધુ મોટું પગલું

કેન્દ્ર સરકારે નિત નવા ઊભા થતા સુરક્ષા અંગેના પડકારોને પહોંચી વળવા માટે સૈન્ય સિદ્ધાંતો પર કામ કરવા ઉપરાંત રક્ષા દળો માટે સમગ્ર યોજનાના સંદર્ભે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ)ની અધ્યક્ષતામાં રક્ષા નિયોજન સમિતિ (ડીપીસી)નું ગઠન કર્યુ છે.

Updated By: Apr 20, 2018, 07:40 AM IST
દેશની સુરક્ષા સામે ઊભા થતા પડકારોને પહોંચી વળવા માટે મોદી સરકારે લીધુ મોટું પગલું
તસવીર-સાભાર (PMO/Twitter)

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નિત નવા ઊભા થતા સુરક્ષા અંગેના પડકારોને પહોંચી વળવા માટે સૈન્ય સિદ્ધાંતો પર કામ કરવા ઉપરાંત રક્ષા દળો માટે સમગ્ર યોજનાના સંદર્ભે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ)ની અધ્યક્ષતામાં રક્ષા નિયોજન સમિતિ (ડીપીસી)નું ગઠન કર્યુ છે. અધિકારીઓએ જણાવ્યું કે એનએસએ ઉપરાંત સમિતિમાં વિદેશ સચિવ, સ્ટાફ કમિટી,ના પ્રમુખોના ચેરમેન, સેના, નેવી અને વાયુસેનાના પ્રમુખો તથા નાણામંત્રાલયમાં સચિવ (વ્યય) સામેલ છે. ડીપીસીના અધ્યક્ષ જરૂરિયાતના મુજબ વિશેષજ્ઞને સામેલ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે સમિતિ રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ અને સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય રક્ષા ભાગીદારી રણનીતિનો ડ્રાફ્ટ અને રક્ષા નિર્માણ પરિસ્થિતિના તંત્ર નિર્માણની રૂપરેખા તૈયાર કરશે.

સીતારમને અરુણાચલ, અસમનો કર્યો પ્રવાસ
બીજી બાજુ રક્ષા મંત્રી નિર્મલા સીતારમને ગુરુવારે 19 એપ્રિલના રોજ નોર્થ ઈસ્ટર રાજ્ય અરુણાચલ પ્રદેશના પાસીઘાટમાં ભારતીય વાયુસેનાના એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ (એએલજી)નું નીરિક્ષણ કરવા માટે ભારત-ચીન સરહદની મુલાકાત લીધી. રક્ષા પ્રવક્તાએ જાણકારી આપી. સીતારમને અસમના ડિબ્રુગઢમાં ચાબુઆ વાયુસેના બેઝ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને ગગન શક્તિ અભ્યાસ 2018ની સમીક્ષા કરી. આ અભ્યાસ તેના બીજા તબક્કામાં છે.

રક્ષા મંત્રી સીતારમને ટ્વિટ કરીને કહ્યું કે ગગન શક્તિ 2018નો દાયરો અને તેની સંભાવનાઓ વિશાળ છે અને આવું આ અગાઉ થયું નથી. આ ફક્ત ઝાંખીઓ છે. ભારતીય વાયુસેના, વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શલ બી એસધનોઆ અે વાયુસેનાના તમામ યોદ્ધાઓને શુભકામનાઓ.

રક્ષા પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડેએ કહ્યું કે મંત્રીએ પાસીઘાટમાં એસયૂ-30 એમકેઆઈ ફાઈટર વિમાન, સી-17 ગ્લોબમાસ્ટર વિમાન અને એમઆઈ-17 વી 5 હેલિકોપ્ટરો પર રોકેટ લોડ કરવા અંગેની સમીક્ષા કરી. તેમણે વાયુસેનાના ગરુડ કમાન્ડોની ડ્રિલ પણ જોઈ.