ઈસરોની વધુ એક સફળતા, PSLV C-43 સાથે 31 ઉપગ્રહ લોન્ચ કર્યાં, જાણો 10 ખાસિયતો

ઈસરોની સફળતામાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ઈસરોએ PSLV C-43 દ્વારા આજે 31 ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યાં. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી સવારે 9.58 મિનિટ પર તેને અવકાશમાં છોડવામાં આવ્યાં. જેમાં ભારતના હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ (HySIS) અને 8 દેશોના 30 બીજા ઉપગ્રહ સામેલ છે. તમામ 30 ઉપગ્રહ 504 કિમીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યાં. 

ઈસરોની વધુ એક સફળતા, PSLV C-43 સાથે 31 ઉપગ્રહ લોન્ચ કર્યાં, જાણો 10 ખાસિયતો

ચેન્નાઈ: ઈસરોની સફળતામાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ઈસરોએ PSLV C-43 દ્વારા આજે 31 ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યાં. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી સવારે 9.58 મિનિટ પર તેને અવકાશમાં છોડવામાં આવ્યાં. જેમાં ભારતના હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ (HySIS) અને 8 દેશોના 30 બીજા ઉપગ્રહ સામેલ છે. તમામ 30 ઉપગ્રહ 504 કિમીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યાં. 

વિદેશી ઉપગ્રોમાં 23 અમેરિકાના છે. પીએસએલવીની આ 45મી ઉડાણ છે. અત્રે જણાવવાનું કે લોન્ચિંગનું કાઉન્ટડાઉન 28 કલાક પહેલા બુધવારે સવારે 5.58 વાગે શરૂ થઈ ગયું હતું. ભારતની HySIS આ મિશનનો પ્રાથમિક ઉપગ્રહ છે. ઈમેજિંગ સેટેલાઈટ પૃથ્વીની નિગરાણી માટે ઈસરો દ્વારા વિક્સિત કરવામાં આવ્યો છે. 

આ ઉપગ્રહનો ઉદ્દેશ્ય પૃથ્વીની સપાટીની સાથે ઈલેક્ટ્રોમેગ્નિટિક સ્પેક્ટ્રિમાં ઈન્ફ્રારેડ અને શોર્ટ વેવ ઈન્ફ્રારેડ ફિલ્ડનું અધ્યયન કરવાનો છે. ઈસરોએ કહ્યું કે આ ઉપગ્રહોના લોન્ચિંગ માટે વાણિજ્યિક અંગ સાથે વાણિજ્યિક કરાર કરવામાં આવ્યો છે. પીએસએલવી ઈસરોની ત્રીજી પેઢીનું પ્રક્ષેપણ યાન છે. 

(ફાઈલ ફોટો)

HySISની સાથે 30 વિદેશી ઉપગ્રહો જે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યાં છે તેમાં એક માઈક્રો અને 29 નેનો સેટેલાઈટ છે. આ ઉપગ્રહો 8 દેશોના છે. જેમાં અમેરિકાના 23, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનના એક એક ઉપગ્રહ સામેલ છે. 

10 મહત્વની વાતો...

1. આ મિશન દ્વારા ભારત સહિત 9 દેશોના 31 ઉપગ્રહ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી)સી-43 દ્વારા લોન્ચ કરવામાં આવ્યાં. પીએસએલવીની આ 45મી ઉડાણ છે. 

2. આ ઉપગ્રહોના લોન્ચિંગ માટે ઈસરોની કોમર્શિયલ વિંગ સાથે કોમર્શિયલ કરાર થયો છે. પીએસએલવી ઈસરોની ત્રીજી પેઢીનું લોન્ચિંગ વ્હિકલ છે. આ મિશનના ડાઈરેક્ટર આર હટન છે. 

3. આ લોન્ચિંગ 4 સ્ટેજમાં થયું. પહેલા સ્ટેજમાં પીએસએલવી 139 સોલીડ રોકેટ મોટરનો ઉપયોગ કરે છે, જેને 6 સોલીડ સ્ટૂપ બુસ્ટ કરે છે. બીજા સ્ટેજમાં લિક્વિડ રોકેટ એન્જિનનો ઉપયોગ થાય છે, જેને વિકાસના નામથી ઓળખાય છે. ત્રીજા સ્ટેજમાં સોલીડ રોકેટ મોટર છે જે ઉપરના સ્ટેજને વધુ તાકાતથી ધકેલે છે. ચોથા સ્ટેજમાં પેલોડથી નીચે હાજર હિસ્સો ચોથું સ્ટેજ  છે જેમાં બે એન્જિન હોય છે. 

4.લોન્ચિંગનું કાઉન્ટડાઉન 28 કલાક પહેલા બુધવારે સવારે 5.58 વાગે શરૂ થઈ ગયું હતું. ભારતની HySIS આ મિશનનો પ્રાથમિક ઉપગ્રહ છે. ઈમેજિંગ સેટેલાઈટ પૃથ્વીની નિગરાણી માટે ઈસરો દ્વારા વિક્સિત કરવામાં આવ્યો છે.  આ ઉપગ્રહો 8 દેશોના છે. જેમાં અમેરિકાના 23, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનના એક એક ઉપગ્રહ સામેલ છે. 

— ANI (@ANI) November 29, 2018

5. ભારતનું HYSIS આ મિશનનો પ્રાથમિક સેટેલાઈટ છે. ઈમેજિંગ સેટેલાઈટ પૃથ્વીની નિગરાણી માટે ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 

6. આ ઉપગ્રહનો હેતુ પૃથ્વીની સપાટીની સાથે ઈલેક્ટ્રોમેગ્નિટિક સ્પેક્ટ્રિમાં ઈન્ફ્રારેડ અને શોર્ટ વેવ ઈન્ફ્રારેડ ફિલ્ડનું અધ્યયન કરવાનો છે. HySIS એક વિશેષ ચીપની મદદથી તૈયાર કરવામાં આવે છે જેને ટેક્નોલોજીની ભાષામાં ઓપ્ટિકલ ઈમેજિંગ ડિટેક્ટર એરે કહે છે. 

7. આ ઉપગ્રહથી ધરતીના ખૂણે ખૂણા પર નજર રાખવી સરળ બનશે કારણ કે ધરતીથી લગભગ 630 કિમી દૂર અંતરિક્ષથી પૃથ્વી પર હાજર વસ્તુઓના 55 વિભિન્ન રંગોની ઓળખ સરળતાથી થશે. 

8. હાઈપર સ્પેક્ટ્રલ ઈમેજિંગ કે હાઈસ્પેક્સ ઈમેજિંગની એક ખુબી એ  પણ છે કે તે ડિજિટલ ઈમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપીની શક્તિને જોડે છે. 

9. હાઈસ્પેક્સ ઈમેજિંગ અંતરિક્ષથી એક દ્રશ્યને દર પિક્સલના સ્પેક્ટ્રમને વાંચવા ઉપરાંત પૃથ્વીની વસ્તુઓ, સામગ્રી કે પ્રક્રિયાની અલગ ઓળખ પણ કરે છે. તેનાથી પર્યાવરણ સર્વેક્ષણ, પાક માટે ઉપયોગી જમીનના આકલન, તેલ અને ખનિજ પદાર્થોની ખાણોની શોધ સરળતાથી કરી શકાશે. 

10. 31 ઉપગ્રહોનો કુલ ભાર 261.5 કિલો છે. 112 મિનિટમાં આ મિશન પૂરું થઈ જશે. આ ઉપગ્રહોમાં ગ્લાસગોના 2 નેનો સેટેલાઈટ પણ  છે. તે હવામાન અને ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જનો મુકાબલો કરવામાં મદદ કરશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news