વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમમાં રાજ્યપાલને ભુલ્યા મહેબુબા: માંગી માફી

મુખ્યમંત્રી જ્યારે સંબોધન સમાપ્ત કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની ભુલનો અહેસાસ  થયો અને તેમણે રાજ્યપાલની માફી માંગી હતી

વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમમાં રાજ્યપાલને ભુલ્યા મહેબુબા: માંગી માફી

શ્રીનગર : જમ્મુ - કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબાબુ મુફતી આજે કાર્યક્રમમાં રાજ્યનાં રાજ્યપાલન એન.એન વોહરાને સંબોધિત કરતા ભુલી ગયા. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેનેદ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. મોદી જ્યારે 330 મેગાવોટની કિશનગંગા વિદ્યુત યોજનાને દેશને સમર્પીત કરી રહ્યા હતા, તે સમયે મંચ પર હાજર હસ્તિઓમાં વોહરા પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા. 

મુખ્યમંત્રી જ્યારે સંબોધન સમાપ્ત કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની ભુલનો અહેસાસ થયો અને તેમણે રાજ્યપાલ પાસે માફી માંગી. મહેબુબાએ પોતાનું ભાષણ પુરૂ કરતા પહેલા કહ્યું કે, મને દુખ છે કે હું રાજ્યપાલ સાહેબનું નામ લેવાનું ભુલી ગયા. મને આશા છે કે તેઓ મને માફ કરી દેશે. વડાપ્રધાનની એખ દિવસની યાત્રા અંગે શ્રીનગર આવ્યા છે જ્યાં તેઓ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ જશે. 

J&K પાસે સમગ્ર દેશમાં વિજળી ઉપલબ્ધ કરાવવા માટેની ક્ષમતા: વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ 330 મેગાવોટ ક્ષમતાનાં કિશનગંગા વિદ્યુત યોજનાનાં ઉદ્ધાટન બાદ કહ્યું કે, જમ્મુ કાશ્મીર પાસે રાજ્યની સાથે દેશનાં અનય હિ્સાઓની વિજળી જરૂરિયાતને પુરી કરવા માટેની ક્ષમતા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર રાજ્યનાં ઘર સુધી વિજળી પહોંચાડવા માટેનો પ્રયાસ કરી રહી છે કારણ કે તેનું ધ્યાન વર્તમાન વિજળી વિતરણ પ્રણાલીને સારી બનાવવા અંગે છે. 

વડાપ્રધાને કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ઘણી નદીઓ છે. જેની પાસે વિજળી ઉત્પાદનની ક્ષમતા છે. રાજ્યની પાસે ન માત્ર પોતાની જરૂરિયાતોને પુરી કરવાની ક્ષમતા છે પરંતુ તેઓ દેશનાં અન્ય હિસ્સાઓ માટે પણ વિદ્યુત ઉત્પાદન કરી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ યોજનાઓ પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે કિશ્તવાર જિલ્લામાં 1000 મેગાવોટનાં પાકલ દુલ વિદ્યુત યોજના પર ટુંકમાં જ કામ ચાલુ કરવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news