MBA પાસ છે એચડી કુમારસ્વામીનાં પુત્રની પત્ની: પુત્ર છે ફિલ્મ એક્ટર

કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યમંત્રી પદથી યેદિયુરપ્પાનાં રાજીનામા બાદ કુમાર સ્વામી રાજ્યનાં નવા મુખ્યમંત્રી બનવા માટેનો દાવો રજુ કરશે

MBA પાસ છે એચડી કુમારસ્વામીનાં પુત્રની પત્ની: પુત્ર છે ફિલ્મ એક્ટર

નવી દિલ્હી : કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટની પહેલા જ મુખ્યમંત્રી પદથી બી.એશ યેદિયુરપ્પાનું રાજીનામું આપ્યા બાદ એચડી કુમારસ્વામી રાજ્યનાં નવા મુખ્યમંત્રી બનવા માટે દાવો રજુ કરશે. ચૂંટણી પહેલા જ જેડીએસ નેતાએ કિંગ બનવાની ભવિષ્યવાણી કરી દીધી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, હું કિંગમેકર નહી પરંતુ કિંગ બનીશ. યેદિયુરપ્પાનાં રાજીનામાં બાદ કુમારસ્વામીનો રસ્તો સાફ થઇ ગયો છે. એવામાં ક્રણાટકનાં ભાવી મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીનાં પરિવાર અંગે તમે પણ જાણવા માટે તમે ઉત્સુક હશો. 

कर्नाटक चुनाव परिणाम 2018, hd kumaraswamy, Karnataka Elections 2018, Karnataka Floor Test, nikhil gowda, कर्नाटक फ्लोर टेस्ट

માત્ર 28 સીટોની સાથે મુખ્યમંત્રીની કુર્સીનાં માટે દાવો કરનારા કુમાર સ્વામીનું અંગત જીવન પ રોચક છે. કુમાર સ્વામીનાં પુત્ર નિખિલ ગૌડા કેસીએન મોહનની પુત્રી સ્વાથીથી જુન 2015માં લગ્નનાં બંધનમાં બંધાયા હતા. કેસીએન મોહન એક વેપારી અને પ્રખ્યાત કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર હતા. નિખિલ અને સ્વાથીના એકબીજા સાથેની મુલાકાત એમબીએમાં અભ્યાસ કરવા દરમિયાન થઇ હતી. મિત્રતા સાથે શરૂ થયેલી મુલાકાતમાં નિખિલ અને સ્વાથી એક બીજાને ક્યારે પોતાનું દિલ આપી દીધા તે જ ખ્યાલ નહોતો રહ્યો. બંન્ને એક બીજાને આશરે બે વર્ષ સુધી ડેટ કરતા રહ્યા હતા. 

कर्नाटक चुनाव परिणाम 2018, hd kumaraswamy, Karnataka Elections 2018, Karnataka Floor Test, nikhil gowda, कर्नाटक फ्लोर टेस्ट

નિખિલની પહેલી ફિલ્મ જગુઆર
એચડી કુમાર સ્વામી અને અનીતા કુમાર સ્વામીનાં પુત્ર નિખિલ ગૌડા કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેતા છે. તેમણે પહેલીવાર 2016માં મહાદેવનાં નિર્દેશનમાં બનેલી કન્નડ - તેલુગુ ફિલ્મ જગુઆરમાં અભિનય કર્યો હતો. ત્યાર બાદ તેમણે મુનીરત્ના કુરુક્ષેત્રમાં અભિનય કર્યો. નિખિલની પત્ની સ્વાથીનાં પરિવારનું કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મજબુત સંબંધ છે. સ્વાથીનાં દાદા કેસીએન ગૌડાએ ઘણી પ્રખ્યાત કન્નડ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. સ્વાથીનાં પપ્પા, કાકા અને માં પણ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે.

Kumarswamy wife Radhika kumarswamy controversy

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news