પાકિસ્તાનની નફ્ફટાઇ LoC પર કર્યુ ફાયરિંગ, સેનાનું બમણા જોશથી ફાયરિંગ

પુલવામાના આતંકવાદી હૂમલા બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ઉંચા નથી આવી રહ્યા. શનિવારે સાંજે 4 વાગ્યે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની આ પ્રકારની હરકતનો સેનાએ મુંહતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનનાં આ ગોળીબારમાં એક ભારતીય સૈનિક ઘાયલ થયો છે. બીજી તરફ પુલવામા હૂમલામાં પોતાનો હાથ હોવાથી પાકિસ્તાને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. 

પાકિસ્તાનની નફ્ફટાઇ LoC પર કર્યુ ફાયરિંગ, સેનાનું બમણા જોશથી ફાયરિંગ

જમ્મુ : પુલવામાના આતંકવાદી હૂમલા બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ઉંચા નથી આવી રહ્યા. શનિવારે સાંજે 4 વાગ્યે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની આ પ્રકારની હરકતનો સેનાએ મુંહતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનનાં આ ગોળીબારમાં એક ભારતીય સૈનિક ઘાયલ થયો છે. બીજી તરફ પુલવામા હૂમલામાં પોતાનો હાથ હોવાથી પાકિસ્તાને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. 

જો કે બાકીનાં દેશોએ ભારતનો પક્ષ લેતા પાકિસ્તાનને તેની ધરતી પર આતંકને ખતમ કરવા માટે કહ્યું છે. આ અગાઉ નૌશેરા સેક્ટરમાં એક ઇઆઇડીને ડિફ્યૂઝ કરતા સમયે સેનાનાં એક મેજર શહીદ થઇ ગયા. સેનાના અનુસાર જમ્મુ અને કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં શનિવારે નિયંત્રણ રેખા નજીક ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) એટલે કે દેશી બોમ્બના વિસ્ફોટમાં સેનાનો એક અધિકારી શહીદ થઇ ગયો અને આ ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામ ઉલ્લંઘનના કારણે એક જવાન ઘાયલ થઇ ગયો. 

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટીનેંટ દેવેન્દ્ર આનંદે કહ્યું કે, રાજૌરીના નૌશેરા સેક્ટરમાં આઇઇડી વિસ્ફોટમાં એક જવાન શહીદ થઇ ગયા હતા. અધિકારીનું નામ અત્યાર સુધી જણાવાયું નથી. અધિકારીએ કહ્યું કે, વિસ્ફોટ નિયંત્રણ રેખાથી 1.5 કિલોમીટર દુર લામ ઝાંગર વિસ્તારમાં થયો. આ સાથે જ તેમણે કહ્યું કે, શક્ય છે કે આઇઇડી આતંકવાદીએ લગાવ્યા હોઇ શકે છે. 

તે જ સેક્ટરમાં બાબા ખોદી ક્ષેત્રમાં સંઘર્ષ વિરામ ઉલ્લંઘનમાં એક જવાન ઘાયલ થઇ ગયો, ત્યાર બાદ ભારતીય સેનાએએ પણ તેનો યોગ્ય પ્રત્યુતર જવાબ આપ્યો અને ક્ષેત્રમાં બંન્ને તરફથી ગોળીબાર ચાલુ છે. ભારતીય સેનાને અધિકારીઓ દ્વારા ઉઘાડી છુટ આપવામાં આવી છે. તેઓ કોઇ પણ હૂમલા કે છમકલાનો યોગ્ય જવાબ આપી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news