દેશનાં એકે-એક આંસુનો જવાબ લેવામાં આવશે: PMનો ધુલેમાં હુંકાર

મહારાષ્ટ્રનાં ધુલેમાં આયોજીત વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, આપણા સુરક્ષાદળો બંદુક ચલાવનારા, બંદુક પકડનારા, બોમ ફેંકનારા અને બોમ્બ પુરો પાડનાર કોઇને નહી છોડે

દેશનાં એકે-એક આંસુનો જવાબ લેવામાં આવશે: PMનો ધુલેમાં હુંકાર

ધુલે : પુલવામામાં થયેલા આતંકવાદી હૂમલામાં સીઆપીએફનાં 40 જવાનોની શહાદત બાદ સમગ્ર દેશ ગમ અને ગુસ્સાનું વાતાવરણ છે. હૂમલાનાં તાર પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું જણાવાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રનાં ધુલેમાં આયોજીત જનસભામાં પાકિસ્તાન પર ઇશારા-ઇશારામાં મોટો હૂમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતની આ નીતિ રહી છે કે અમે કોઇને છેડતા નથી, પરંતુ જો ભારતને કોઇએ છેડ્યું તો તેઓ છોડતા પણ નથી. 
દરેક આંસુનો જવાબ લેવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે એક એવા સમય પર હું તમારી વચ્ચે આવ્યો ચું જ્યારે પુલવામામાં આપણા જવાનો પર હૂમલા મુદ્દે દેશ આક્રોશીત છે. એક તરફ દેશ ગુસ્સામાં છે તો બીજી તરફ દરેક આંખ ભીની છે. એક દેશ તરીકે  અમારૂ કામ અહીંથી જ શરૂ થઇ જાય છે. જેમણે પોતાનું સર્વસ્વ ગુમાની દીધું હોય, તેમનાં પરિવાર સાથે અમે હંમેશા ઉભા છીએ. આ સંયમનો સમય છે, સંવેદનશીલતાનો સમય છે, આ શોકનો સમય છે. પરંતુ દરેક પરિવારને હું વિશ્વાસમાં લેવા માંગું છું કે દરેકે દરેક આંસુનો જવાબ લેવામાં આવશે. 

ભારત અનેત રીતિ અને નીતિનો દેશ છે: મોદી
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે,  ભારત નવી રીતિ અને નીતિનો દેશ છે, આ હવે વિશ્વનો અનુભવ કરશે. ભારતની આ નીતિ રહી છે કે તે ક્યારે પણ કોઇને છેડતું નથી અને જો કોઇ છેડે તો તેને ક્યારે છોડતું પણ નથી.  આપણા સુરક્ષા દળોએ આ પહેલા પણ કરી દેખાડ્યું છે અને હવે પણ કોઇ કસર છોડવામાં નહી આવે. અમારા બહાદુર સુરક્ષાદળો બંદુક ચલાવવાનું હોય અથવા બંદુક પકડનારો, બોમ્બ ફેંકનારો હોય કે પછી બોમ્બ આપનારો, કોઇને પણ શાંતિથી સુવા દેવામાં નહી આવે. 

બહાદુરને જન્મ આપનારી દરેક માંને નમન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારા જવાનોને હંમેશાથી દેશનાં નિસ્વાર્થ ભાવથી પોતાની સેવાઓ આપી છે. એક તરફથી દેશ ગુસ્સામાં છે તો બીજી તરફ દરેક આંખ ભીની છે. મહારાષ્ટ્રની માટીએ પણ સપુતોને ગુમાવ્યા છે.  ખાનદેશની ધરીથી દેશનાં તમામ બહાદુર સપુતોને અને તેમને જન્મ આપનારી દરેક માંને હું નમન કરુ છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news