જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ, મેજર સહિત ચાર જવાન શહીદ

સેના જવાનો દ્વારા ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને એલઓસી પર ગોવિંદ નલ્લાહમાં 36 રાઇફલ્સ પાસે પડકાર્યા હતા. આતંકીઓ તરફથી કરાયેલ ગોળીબારીને પગલે સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. 

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ, મેજર સહિત ચાર જવાન શહીદ

ગુરેજ : સેનાના ચાર જવાન મંગળવારે સવારે આંતકવાદીઓ સાથએ થયેલી એક અથડામણમાં શહીદ થયા છે. આ અથડામણમાં ચાર આતંકવાદીઓ પણ ઠાર કરાયા છે. અહીં નોંધનિય છે કે, દમ્મુ કાશ્મીરના ગુરેજમાં એલઓસી પાસે મંગળવારે સવારે આતંકવાદીઆ દ્વારા ઘૂષણખોરી કરવાનો પ્રાયાસ કરાયો હતો. સેના જવાનોએ આતંકીઓને પડાકરતાં સામસામે ફાયરિંગ થયું હતું જેમાં આર્મીના ત્રણ જવાન અને એક મેજર શહીદ થયા છે. 

મીડિયા રિપોર્ટ્સના અનુસાર સેનાએ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને એલઓસીએ ગોવિંદ નલ્લાહમાં 36 રાષ્ટ્રીય રાઇફલ્સ પાસે પડકાર્યા હતા. આર્મી ઓફિસરના જણાવ્યા અનુાર આ અથડામણમાં 4 આતંકીઓ નાસી જવામાં સફળ રહ્યા છે. કહેવાય છે કે ચારે આતંકી પરત પીઓસી તરફ ભાગી છુટ્યા છે. આતંકી પાકિસ્તાન તરફથી થઇ રહેલા ફાયરિંગ વચ્ચે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news