સોશિયલ મીડિયાએ ઉડાવી લાખો યુવાનોની ઉંઘ, હવે લગાવવા પડે છે હોસ્પિટલના ચક્કર

મોટાભાગના લોકો પોતાનો ખાલી સમયનો ઉપયોગ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા અથવા પોસ્ટ વાંચવામાં પસાર કરવા લાગ્યા છે. 

સોશિયલ મીડિયાએ ઉડાવી લાખો યુવાનોની ઉંઘ, હવે લગાવવા પડે છે હોસ્પિટલના ચક્કર

નવી દિલ્હી: સોશિયલ મીડિયા હાલમાં આપણી જીંદગીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પરિસ્થિતિ એવી છે કે પોતાની જીંદગી સાથે જોડાયેલી નાનામાં નાની વાત લોકો સોશિયલ મીડિયા દ્વારા શેર કરવા લાગ્યા છે. મોટાભાગના લોકો પોતાનો ખાલી સમયનો ઉપયોગ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા અથવા પોસ્ટ વાંચવામાં પસાર કરવા લાગ્યા છે. પરિણામે વ્યક્તિગત જીવનમાં સોશિયલ મીડિયાના વધતા જતા હસ્તક્ષેપે આપણા શરીરમાં કેટલાક કુપ્રભાવ પણ નાખવાનું શરૂ કરી દીધું છે. 

તે કુપ્રભાવોમાં એક દિવસ ઉંઘ ન આવવાની સમસ્યા પણ છે. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઇ છે કે આ સમસ્યાથી પરેશા થઇ ચૂકેલા લોકો હાલમાં હોસ્પિટલના ચક્કર લગાવી પોતાની ઉંઘ શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના લીધે ઉંઘ ન આવવાની સમસ્યા વિશે અમે ઇંદ્વપ્રસ્થ અપોલો હોસ્પિટલના ડો. તરૂણ સાહની સાથે વાતી કરી. આવો જાણીએ કયા પ્રાકરે સોશિયલ મીડિયાના લીધે ઉંઘ ન આવવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.
sleeping problem

આ પ્રકારે પોતે જ ઉંઘને પોતાની દૂર કરવામાં લાગ્યા છે લોકો
તરૂણ કુમાર સાહનીના અનુસાર મેડિકલ સાયન્સમાં ઉંઘની પુરી પ્રક્રિયાને સ્લીપ રિધમ કહે છે. સ્લીપ રિધમના બે તબક્કા હોય છે, જેમાં પ્રથમ તબક્કો નોન-રેમ સ્લીપ (NREM) અને બીજો તબક્કો રેમ (REM) સ્લીપ હોય છે. નોન રેમ સ્લીપ તે પ્રક્રિયા છે જેમાં તમે ધીરે ધીરે ગાઢ ઉંઘની તરફ જતા રહો છો. તો બીજી તરફ જ્યારે તમે ઉંઘ જતા રહો છો, તે અવસ્થાને મેડિકલ ભાષામાં રેમ સ્લીપ કહેવામાં આવે છે. 

નોન રેમ સ્લીપથી રેમ સ્લીપ તરફ જવા માટે પહેલી સૌથી મોટી જરૂરિયાત છે મગજને પુરી રીતે શાંત હોય. સોશિયલ મીડિયા આજકાલ આ પ્રક્રિયાને ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યું છે. સોશિયલ મીડિયાના લીધે લોકોની નોન-રેમ સ્લીપની પ્રક્રિયા ખતમ થઇ જાય છે અને તે રેમ સ્લીપ એટલે કે ગાઢ ઉંઘ તરફ જઇ શકતી નથી. મોટાભાગે એ જોવામાં આવ્યું છે કે આ સમસ્યાથી પરેશાન લોકો ગાઢ ઉંઘ આવવાના લીધે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતે પોતાની ઉંઘ ભગાડવામાં લાગ્યા છે. 

સોશિયલ મીડિયા આ પ્રકારે ઉંઘને તમારા દૂર કરે છે
ડો. તરૂણ કુમાર સાહનીના અનુસાર, સારી ઉંઘ માટે મગજ શાંત અને એકાગ્ર હોવું ખૂબ જરૂરી છે. મોટાભાગે જોવામાં આવ્યું છે કે ઉંઘતા પહેલાં લોકો બેડરૂમની બધી લાઇટો બંધ કરી દે છે અને પોતાના મોબાઇલ પર સોશિયલ મીડિયાના પોસ્ટ ચેક કરવાનું શરૂ કરી દે છે. લોકોની આ આદત આપના શરીરમાં બે પ્રકારે નકારાત્મક પ્રભાવ પાડે છે. પહેલો નકારાત્મક પ્રભાવ સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ કંટેંટના લીધે આપણી ઉંઘ પર અસર પડે છે. 

જોકે જેમ- જેમ આપણું મગજ શાંત અને એકાગ્ર થઇ જાય છે, તેમ-તેમ નોન રેમ સ્લીપથી રેમ સ્લીપ તરફ જવાનું શરૂ કરી દે છે. નોન રેમ સ્લીપને તમે સામાન્ય ભાષમાં ઉંઘ હળવી ઝપકી પણ બોલી શકો છો. પરંતુ સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ પોસ્ટ આપણા મસ્તિષ્કને શાંત કરવાના બદલે વધુ તેજ ચલાવવાનું શરૂ કરી દે છે. પોસ્ટ વાંચ્યા બાદ તેના વિશે આપણે આપણે વિચારવાનું શરૂ કરી દઇએ છીએ. જેના લીધે મગજના શાંત અને એકાગ્ર હોવાની પ્રક્રિયા અટકી જાય છે.

તો બીજી તરફ, અંધારીયા રૂમમાં મોબાઇલ ફોન પર સોશિયલ મીડિયાની પોસ્ટ વાંચવાની બીજી નકારાત્મક અસર આપણી આંખો પર પડે છે. જોકે રૂમમાં અંધારૂ હોવાને લીધે મોબાઇલ ફોનની તેજ રોશની આપણી આંખો પર પડે છે. જેના લીધે આંખોની તંત્રિકાઓ મગજને પણ સક્રિય કરી દે છે. પરિણામે આમ કરવાથી આપણી આંખોની રોશની નબળી પડે છે. મગજ શાંત રહેતું નથી અને ઉંઘ પણ આપણાથી દૂર થઇ જાય છે.
sleeping disorder mobile

પ્રકૃતિથી દૂર કરી શરીરને બિમારનું ઘર બનાવી રહ્યો છે સોશિયલ મીડિયા
ડો. તરૂણ કુમાર સાહનીના અનુસાર મોટાભાગના લોકો સવાર હોય કે સાંજે સોશિયલ મીડિયા પર લાગેલા રહે છે. સવારે જાગ્યા બાદ, તેમનું પહેલું કામ મોબાઇલ પર આવેલા મેસેજ અને સોશિયલ મીદિયાના પોસ્ટ ચેક કરવાનું હોય છે. જો આપણે સવારના સમયે પોતાના જીવનમાંથી મોબાઇલ ફોનને કાઢી દઇએ તો લોકો સવારે જાગીને ઘરમાંથી બહાર નિકળશે, વોક કરેશે, ફ્રેશ એર લેશે. જેની સકારાત્મક અસર આપણા શરીર અને સ્વાસ્થ્ય પર પણ પડશે. 

આ પ્રકારે દિવસમાં લોકો કામ કરતી વખતે દર બે મિનિટે પોતાનો મોબાઇલ ફોન અને તેમાં આવેલા મેસેજ વાંચવાનું શરૂ કરી દે છે. આમ કરવાથી ડિસ્ટ્રેક્શન પેદા થાય છે, જેથી આપણું કામ, રેસ્ટ અને આપણી સ્લીપ પર નેગેટિવ અસર પડે છે. ડો. તરૂણ કુમાર સાહનીની સલાહ છે કે સોશિયલ મીડિયા યૂઝ કરો પરંતુ એક ઇંસ્ટ્રૂમેંટની માફક, આ આદમ આપણા કંટ્રોલમાં હોવો જોઇએ, તેનો આપણા પર કંટ્રોલ ન હોવો જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news