J&Kમાં જાનમાલનું કોઈ નુકસાન નથી, સ્વાસ્થ્ય, વીજળી-પાણી સેવાઓ પૂર્વવત

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું છે કે આતંકી સંગઠનો કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. આ સાથે જ તેમણે કહ્યું કે કાશ્મીરમાં તમામ વિસ્તારોમાં વીજળી પાણીની સુવિધાઓ પૂર્વવત થયેલી છે.

J&Kમાં જાનમાલનું કોઈ નુકસાન નથી, સ્વાસ્થ્ય, વીજળી-પાણી સેવાઓ પૂર્વવત

નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું છે કે આતંકી સંગઠનો કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. આ સાથે જ તેમણે કહ્યું કે કાશ્મીરમાં તમામ વિસ્તારોમાં વીજળી પાણીની સુવિધાઓ પૂર્વવત થયેલી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની કોઈ જાનમાલની હાનિ થઈ નથી. જમ્મુ અને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અંગે મીડિયાને એક પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપતા તેમણે આ વાત જણાવી. તેમની સાથે આ પત્રકાર પરિષદમાં રાજ્યના પ્રધાન સચિવ રોહિત કંસલ પણ હાજર હતાં. 

મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં કોઈ પણ રસ્તા,-હાઈવે બંધ નથી. સરકારી કર્મચારીઓ આજથી સુચારુ રૂપથી કામકાજ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે લોકોની સ્વતંત્ર રીતે અવરજવર અને ટેલિકોમ કનેક્ટિવિટી પર પ્રતિબંધ ઉપરાંત શાળાઓ અને કોલેજોને બંધ રખાઈ હતી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા કાયદાકીય જોગવાઈઓ મુજબ કેટલાક લોકોને સુરક્ષા કારણોસર અટકાયતમાં રખાયા હતાં. 

જુઓ LIVE TV

તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન સતત કાશ્મીરનો માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ તેને તેમા સફળતા મળી નથી. આ દરમિયાન તેમણે લશ્કર એ તૈયબા, હિજબુલ જેવા આતંકી સંગઠનોનું પણ નામ લીધુ. તેમણે આ સાથે કહ્યું કે ઘાટીમાં ધીરે ધીરે હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. અમે પ્રતિબંધો પણ હટાવી રહ્યાં છીએ. સ્થિતિની સમિક્ષા કરીને આગળ નિર્ણય લેવામાં આવશે. 

મુખ્ય સચિવ દ્વારા અપાયેલી પ્રમુખ જાણકારીઓ...

- રાજ્યમાં સ્વાસ્થ્ય, વીજળી પાણીની સેવાઓ બહાલ છે. 
- કેબલ ટીવી ચાલુ છે.
- ન્યૂઝ પેપર પ્રિન્ટ થઈ રહ્યાં છે. 
- ઈદના અવસરે મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા અને તહેવારને સેલિબ્રેટ કર્યો. 
- 12 જિલ્લાઓમાં હાલાત સંપૂર્ણ રીતે સામાન્ય છે.
- અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી. 
- આ વીકએન્ડ બાદ શાળા કોલેજ ખોલી દેવામાં આવશે. 
- મૂવમેન્ટ રિસટ્રિક્શન ખતમ થઈ ગઈ છે. 
- શુક્રવારથી તમામ સરકારી ઓફિસો ખુલી ગઈ છે. 
- ટેલિફોન સેવાઓ ધીરે ધીરે શરૂ કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news