જમ્મુ-કાશ્મીરઃ DDC ચૂંટણીની જાહેરાત, પ્રથમવાર પશ્ચિમી પાકિસ્તાનના શરણાર્થી આપશે મત

પાછલા વર્ષે 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા બાદ આ પ્રથમ મોટી રાજકીય ગતિવિધિ થઈ રહી છે. ભારત સરકાર હવે 73મા બંધારણ સંશોધનની બધી જોગવાઈઓને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં લાગૂ કરી રહી છે. 
 

જમ્મુ-કાશ્મીરઃ  DDC ચૂંટણીની જાહેરાત, પ્રથમવાર પશ્ચિમી પાકિસ્તાનના શરણાર્થી આપશે મત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ  (DDC)ની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 8 તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 28 નવેમ્બરે થશે, જ્યારે અંતિમ તબક્કાનું મતદાન 19 ડિસેમ્બરે થશે. મતદાનનો સમય સવારે 7 કલાકથી બપોરે 2 કલાક સુધી રહેશે. DDC ચૂંટણી પક્ષના આધાર પર થશે. આ જાણકારી જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કમિશનર કેકે શર્માએ પત્રકાર પરિષદ યોજીને આપી છે. તેમણે કહ્યું કે, પ્રથમવાર પશ્ચિમી પાકિસ્તાનના શરણાર્થી DDC ચૂંટણીમાં મતદાન કરશે. 

મહત્વનું છે કે પાછલા વર્ષે 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા બાદ આ પ્રથમ મોટી રાજકીય ગતિવિધિ થઈ રહી છે. ભારત સરકાર હવે 73મા બંધારણ સંશોધનની બધી જોગવાઈઓને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં લાગૂ કરી રહી છે. જે રાજ્યમાં 28 વર્ષથી લટકેલી હતી. 

મહારાષ્ટ્રમાં સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ ખોલવાની મંજૂરી, સરકારે જાહેર કરી ગાઇડલાઇન

જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી)ની સ્થાપના માટે કેન્દ્રએ દરેક જિલ્લામાં 14 પદ ઉભા કર્યા છે. આ બધા પદોને પ્રત્યેક્ષ ચૂંટણી દ્વારા ભરવામાં આવશે. કેન્દ્રને આશા છે કે તેનાથી રાજ્યમાં નેતૃત્વનો એક નવો વર્ગ તૈયાર થશે, જેને ભારતના બંધારણમાં વિશ્વાસ હશે. આ નવું નેતૃત્વ રાજ્યની વિકાસની આકાંક્ષાઓને પૂરી કરશે. 

ડીડીસીને પ્રભાવી અને અસરકારક બનાવવા માટે જિલ્લા વિકાસ પરિષદના ચેરમેનને રાજ્યમંત્રીનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષ આ ચૂંટણીને શંકાની નજરે જોઈ રહ્યાં છે. તેમનું માનવું છે કે ડીડીસીને વધુ શક્તિ આપવાથી ચૂંટણી બાદ ધારાસભ્યોની શક્તિ નબળી હથે. તેનાથી ચૂંટાયેલી સરકાર નબળી અને શક્તિહીન થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news