મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ધૂમ, કંઇક આ રીતે કરવામાં આવી ઉજવણી

કોરોના વાયરસ મહામારી વચ્ચે બ્રજમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટામીનો તહેવાર ધૂમધામ ઉજવવામાં આવ્યો. મંદિરોને સુંદર રીતે શણગારમાં આવ્યા હતા પરંતુ શ્રધ્ધાળુઓ નહી આવતાં ઉજવણી ફીક્કી રહી હતી.

Updated By: Aug 13, 2020, 12:24 AM IST
મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ધૂમ, કંઇક આ રીતે કરવામાં આવી ઉજવણી

મથુરા: કોરોના વાયરસ મહામારી વચ્ચે બ્રજમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટામીનો તહેવાર ધૂમધામ ઉજવવામાં આવ્યો. મંદિરોને સુંદર રીતે શણગારમાં આવ્યા હતા પરંતુ શ્રધ્ધાળુઓ નહી આવતાં ઉજવણી ફીક્કી રહી હતી. આ દરમિયાન વૃંદાવનના ત્રણેય મંદિરોમાં ઠાકુરજીનો અભિષેક કરી ઉજવણી કરવામાં આવી. આ વખતે કોરોના જેવી મહામારીથી બચવા માટે જિલ્લા વહીવટી તંત્ર તથા તથા મંદિરના સંચાલકોએ પરસ્પર મળીને નક્કી કર્યું હતું કે મંદિરમાં 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી સાયકલ સુધી કોઇને પણ દર્શન માટે પ્રવેશ આપવામાં નહી આવે. 

આ અવસર પર મંદિરોને ખાસકરીને શણગારવામાં આવ્યા હતા પરંતુ મંદિરોની જગમગાતી રોશનીઓ તેમના દર્શનાર્થીઓના અભાવમાં કેટલીક ફીકી ફીકી જોવા મળી. મથુરાની સાંસદ હેમામાલિની, ઉર્જામંત્રી શ્રીકાંત શર્મા, જિલ્લાધિકારી સર્વજ્ઞરામ મિશ્ર તથા જિલ્લાના ઉચ્ચ અધિકારી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ પર લોકોને શુભેચ્છાઓ પાઠવી. 

ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના કૃષ્ણમંદિરોમાં બંધબારણે ઉજવાઇ જન્માષ્ટમી, ભક્તોએ કહ્યું હે કાનુડા કોરોના રાક્ષસનો વધ કરો

મંગળવારે જ્યાં સ્માર્ત સંપ્રદાયના મતાવલલંબીઓએ જન્માષ્ટમીનો પર્વ ઉજવ્યો. તો બુધવારે પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના મંદિરમાં જન્માષ્ટમીનું આયોજન થયું અને બ્રજના ઘરે ઘરે શ્રદ્ધાળુઓએ વ્રત રાખીને ઠાકુરજી 5248મ જન્મ દિવસ ઉજવ્યો. વલ્લભકુલ દ્વારા પ્રતિપાદિત પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના ઠા. દ્વારકાધીશ મંદિરમાં અજન્મેનો જન્મ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. 

મંદિરના વિધિ તથા મીડિયા પ્રભારી પ્રભારી રાકેશ તિવારીએ જણાવ્યું કે પ્રાત:કાળ સવારે છ વાગે ઠાકુરજીના મંગલાચરણ બાદ છ વાગે ઠા. દ્વારકાધીશના શ્રી વિગ્રહનું ભવ્ય પંચામૃત અભિષેક થયો. ત્યારબાદ ઠાકુરજીનો શૃંગાર થયો અને પછી રાજભોગના દર્શન ખુલ્યા. તેમણે જણાવ્યું કે આ દર્શન તેમના ભક્ત આભાસી રૂપમાં જ કરી શકે, જેના માટે દૂરદર્શન તથા વિભિન્ન ટીવી ચેનલોએ કાર્યક્રમનું સીધું પ્રસારણ કર્યું. 

સ્થાનિક લોકોએ જણાવ્યું કે બુધવારે વૃંદાવનના ત્રણ મંદિરો એવા પણ હતા જ્યાં મધરાત્રે સ્થાન પર દિવસમાં જ 'લાલા'નો અભિષેક સંપન્ન કરી દેવામાં આવ્યો. તેમનું કહેવું છે કે આ મંદિરોની માન્યતા છે કે રાત્રિકાલમાં ઠાકુરજીને જગાડવામાં આવશે તો માતા યશોદાને ગમશે નહી. કારણ કે તે તેમની ઉંધમાં વિઘ્ન નાખવામાં કાર્ય ગણે છે. આ પરંપરાનું નિર્વહન કરતાં વૃંદાવનના શ્રી રાધા કૃષ્ણના વૃંદાવનના શ્રી રાધાદામોદર, શ્રી રાધારમણ અને શાહજી મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યો. તે સમયે તેમના પ્રાચીન વિધિ-વિધાન કરાવવામાં આવ્યું અને પછી આરતી કરી ભોગ ચઢાવવામાં આવ્યો.  

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube