લોકસભા ચૂંટણી પરિણામ પહેલા NCPને મોટો ફટકો, શિવસેનામાં જોડાશે આ મોટા નેતા

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના પરિણામ પહેલા જ કોંગ્રેસ પાર્ટીની સહયોગી એનસીપીને મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં એનસીપીના કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયદત્ત ક્ષીરસાગર બુધવારે શિવસેનામાં જોડાશે. આજે સાંજે 5 વાગે શિવસેના ભવનમાં ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં જયદત્ત ક્ષીરસાગરની પાર્ટીમાં એન્ટ્રી થશે.

લોકસભા ચૂંટણી પરિણામ પહેલા NCPને મોટો ફટકો, શિવસેનામાં જોડાશે આ મોટા નેતા

મુંબઇ: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના પરિણામ પહેલા જ કોંગ્રેસ પાર્ટીની સહયોગી એનસીપીને મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં એનસીપીના કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયદત્ત ક્ષીરસાગર બુધવારે શિવસેનામાં જોડાશે. આજે સાંજે 5 વાગે શિવસેના ભવનમાં ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં જયદત્ત ક્ષીરસાગરની પાર્ટીમાં એન્ટ્રી થશે. જયદત્ત ક્ષીરસાગર મહારાષ્ટ્રના બીડ જિલ્લાથી આવે છે. તેમનું એનસીપી છોડવું પાર્ટી માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યું છે. જયદત્ત ક્ષીરસાગર છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીના નેતા અને વિધાન પરિષદના વિપક્ષ નેતા ધનંજય મુંડેથી નારાજ જોવા મળી રહ્યાં છે.

નારાજગીના કારણે તેમણે ખુલ્લાઆમ ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને તેમનું સમર્થન જાહેર કર્યું હતું. તે દરમિયાન આ અટકળો ચાલી રહી હતી કે, તેઓ ભાજપમાં જશે. પરંતુ આજે તેમણે જાહેર કહ્યું છે કે, તેઓ શિવસેનામાં જાડોઇ રહ્યાં છે. ક્ષીરસાગરે વિધાનસભા અધ્યક્ષને તેમનું રાજીનામું આપી દીધું છે. તેમની સાથે શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પીએ મિલિંદ નાર્વેકરક હાજર હતા.

ક્ષીરસાગર શિવસેનામાં જોડાવવાથી બિડ જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ક્ષીરસાગરે મુંડેની સામે મોરચો કાઢ્યો હતો. ખુલ્લેઆમ ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની પુત્રી અને ભાજપ સાંસદ પ્રિતમ મુંડેને જીતાડવા માટે તેઓ કામ કરી રહ્યાં હતા. તેમણે તેમના કાર્યકર્તાઓને એક બેઠક લેવા જણાવ્યું અને આ બાબતની પ્રાથમિકતા માટે કામ કરવા કહ્યું હતું. ક્ષીરસાગરનું શિવસેનામાં આવવું પાર્ટી માટે મોટી વાત બની શકે છે. મરાઠાવાડમાં પાર્ટી વધુ મજબૂત થઇ શકે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news