‘અમે તોડ-ફોડની રાજનીતિના પક્ષમાં નથી, તેઓ જાતે તોડવા માગે છે સરકાર’: શિવરાજ સિંહ
એક્ઝિટ પોલના પરિણામ બાદ મધ્ય પ્રદેશમાં સતત ફ્લોર ટેસ્ટની માગ ઉઠી રહી છે. નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે રાજ્યપાલને પત્ર લખી વિધાનસભા સત્ર બોલાવવા અને ફ્લોર ટેસ્ટ પર વિચાર કરવાની વાત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી કમલનાથે તેમની ચેલેન્જનો સ્વીકારતા મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ કરવાની વાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: એક્ઝિટ પોલના પરિણામ બાદ મધ્ય પ્રદેશમાં સતત ફ્લોર ટેસ્ટની માગ ઉઠી રહી છે. નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે રાજ્યપાલને પત્ર લખી વિધાનસભા સત્ર બોલાવવા અને ફ્લોર ટેસ્ટ પર વિચાર કરવાની વાત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી કમલનાથે તેમની ચેલેન્જનો સ્વીકારતા મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ કરવાની વાત કરી હતી. ત્યારબાદ હેવ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, તેઓ ફ્લોર ટેસ્ટ અને તોડ-ફોડના રાજકારણમાં વિશ્વાસ કરતા નથી. પૂર્વ મુખ્યમંત્રીનું કહેવું છે કે, હું તોડ-ફોડની રાજનીતિના પક્ષમાં નથી. તેમની વચ્ચે સરકાર તોડવાના લક્ષણ દેખાઇ રહ્યાં છે.
વધુમાં વાંચો: આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક અને સાવચેત રહો, ડરો નહીં: રાહુલ ગાંધીએ કોંગ્રેસ કર્યકર્તાઓને કહ્યું
કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય પાસે બીજુ કોઇ કામ નથી કે શું, જે આતંકવાદીઓને સામાન મોકલવાની વાત કરી રહ્યાં હતા. કહી રહ્યાં છે કે જેલના ડીજીને દૂર કરો અથવા હું મારી જાતે જોઇ લઇશ. હું રાહુલ ગાંધીથી માગ કરુ છું કે, તેમના ધારાસભ્યોની આ માગ પર તેમનો શું અભિપ્રાય છે. જેલની સુરક્ષા રાખવી પડશે. કોઇ અધિકારી ઇમાનદારીથી ડ્યૂટી કરી રહ્યું છે તો તેમને ડરાવવામાં આવી રહ્યાં છે. મને તો લાગી રહ્યું છે કે કોંગ્રેસના લોકો જ ખોટુ કામ કરી તેમની સરકાર તોડવા માગે છે.
ફ્લોર ટેસ્ટ પર તેમણે કહ્યુ કે, ભાજપે ક્યારે ફ્લોર ટેસ્ટિંગની વાત કરી નથી અને ભાજપ તેના પર વિશ્વાસ કરતું નથી. તો દેવા માફી પર શિવરાજ સિંહ બોલ્યા કે કોંગ્રેસ કહી રહી છે કે, દેવું માફ થઇ ગયું. હું પૂછુ છું કે, ક્યાંથી દેવુ માફ થયું. કમલનાથજી જનતા વચ્ચે જાઓ. ખેડુતોને મળો, પછી જણાવો ક્યાં દેવુ માફ થયું અને ક્યાં નથી. ખેડુતોની સાથે છેતરપિંડી થઇ છે. મેં કહ્યું કે છિન્વાવા કલેક્ટરે ખોટું કર્યું છે, કોઈએ તેને સ્વીકાર્યું નથી, પરંતુ ચૂંટણી પંચે તે સ્વિકાર્યું છે.
ત્યારે લોકસભા ચૂંટણીના પરિણામ પર પૂર્વ સીએમ બોલ્યા કે NDA આત્મવિશ્વાસથી ભરેલી છે. ફરી એકવાર મોદીજી જ વડાપ્રધાન બનશે. વિપક્ષ સમજી ગયું છે કે, તેઓ જીતી રહ્યાં નથી. તો હવે વિચારી રહ્યાં છે કે, હારનું કારણ કોના માથે નાખીએ. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં અમે હાર્યા તો અમે હાર સ્વીકાર કરી, પરંતુ હવે તેઓ EVM પર ઢોળી રહ્યાં છે. વિપક્ષ જનતાનું અપમાન કરી રહી છે. મતદાન કરાવનાર અધિકારી, કર્મચારીઓનું અપમાન કરી રહી છે. હું તેમને કહેવા માગુ છું, મહેરબાની કરીને લોકશાહીનું અપમાન કરશો નહીં.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે