બળાત્કારી આસારામને આજીવન કેદની સજા, અન્ય દોષીઓને 20ની કેદ

બહુચર્ચિત બળાત્કારના આરોપના મામલે આસારામ વિરૂદ્ધ ચાલી રહેલા કેસની આજે જોધપુર સેન્ટ્રલ જેલની અંદર બનેલી વિશેષ કોર્ટમાં આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોધપુર કોર્ટના જજ મધુસુદન શર્માએ આ મામલામાં આસારામને દોષિત જાહેર કરી દીધા છે. 

બળાત્કારી આસારામને આજીવન કેદની સજા, અન્ય દોષીઓને 20ની કેદ

જોધપુર: બહુચર્ચિત બળાત્કારના આરોપના મામલે આસારામ વિરૂદ્ધ ચાલી રહેલા કેસની આજે જોધપુર સેન્ટ્રલ જેલની અંદર બનેલી વિશેષ કોર્ટમાં આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોધપુર કોર્ટના જજ મધુસુદન શર્માએ આ મામલામાં આસારામ સહિત ત્રણ આરોપી શિવા, શિલ્પીને દોષિત જાહેર કર્યા છે. જ્યારે પ્રકાશ અને શરદને નિર્દોષ જાહેર કર્યા છે. જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય આરોપીઓને 20 વર્ષની જેલની સજા ફટકારી છે.

જોધપુર જેલમાં જજ મધુસૂદન શર્માએ જ્યારે ચૂકાદો સંભળાવ્યો ત્યારે તેમનો ચહેરો ઉતરી ગયો હતો. થોડીક વાર શાંત રહ્યા અને ત્યારબાદ તે રામ નામ જપવા લાગ્યા પછી અચાનક જ તે નાટકીય અંદાજમાં હસવા લાગ્યા. ત્યારબાદ તે રહેમની અપીલ પણ કરી. પછી આસારામે વકીલોના ખભા પર હાથ રાખીને કહ્યું-કંઇક તો બોલો. ત્યારબાદ જ્યારે જજે આસારામને ઉંમરકેદની સજા સંભળાવી તો તે કોર્ટમાં જ રડી પડ્યા.

ચુકાદા પહેલાં આસારામના સમર્થકો અને સાધકો હજારોની સંખ્યા એકઠા થવાથી હાલમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ દરમિયાન કોઇપણ પ્રકારની વિવાદિત ઘટના ન બને એ માટે પોલીસ અત્યારથી સતર્ક થઇ ગઇ છે. હવે કલમ 144 લાગૂ થવાથી પાંચથી વધુ લોકોની ભીડ એકઠી થઇ શકશે નહી. શહેરમાં બધી હોટલો, ધર્મશાળા, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિત ભીડભાડવાળા વિસ્તારમાં સાદા ડ્રેસમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આસારામ પર જાતીય સતામણીનો આરોપ
આસારામના ગુરૂકુળમાં અભ્યાસ કરતી એક કિશોર વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે કે 15 ઓગસ્ટ, 2013ના રોજ આસારામે જોધપુર નજીક મણાઇ ગાવમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં તેની જાતીય સતામણી કરી. 20 ઓગસ્ટ, 2013ના રોજ દિલ્હીના કમલા નગર પોલીસ મથકમાં આસારામ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જોધપુર કેસના કારણે દિલ્હી પોલીસે ઝીરો નંબરની પ્રાથમિકી દાખલ કરી તેને જોધપુર મોકલી.

2013થી જોધપુર જેલમાં બંધ છે આસારામ
જોધપુર પોલીસે આસારામ વિરૂદ્દ કિશોરીનું જાતિય શોષણ કરવાનો કેસ દાખલ કર્યો. જોધપુર પોલીસ 31 ઓગસ્ટ, 2013ના રોજ ઇન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી. આસારામ ત્યારથી સતત જોધપુર જેલમાં જ બંધ છે. આ દરમિયાન તેમની દ્વાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સહિત જિલ્લા ન્યાયાલયમાં 11 વખત જામીન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. તેમની તરફથી રામ જેઠમલાણી, સુબ્રમણ્યમ સ્વામી, સુલમાન ખુરશીદ સહિત દેશના ઘણા જાણીતા વકીલ પૈરવી કરી ચૂક્યા છે, પરંતુ કોર્ટમાંથી આસારામને જામીન મળ્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news