કર્ણાટકના નવનિર્વાચિત કોંગ્રેસ ધારાસભ્ય સિદ્દૂ બી ન્યામા ગૌડાનું રોડ અકસ્માતમાં મોત

કર્ણાટકના નવનિર્વાચિત ધારાસભ્ય સિદ્દૂ બી ન્યામાગૌડા પ્રસાદનું એક રોડ અકસ્માતામં મોત નિપજ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જામખંડીથી ધારાસભ્ય સિદ્દૂ બી ગોવાથી બાગલકોટ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમની કાર તુલસીગિરી પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ. 

કર્ણાટકના નવનિર્વાચિત કોંગ્રેસ ધારાસભ્ય સિદ્દૂ બી ન્યામા ગૌડાનું રોડ અકસ્માતમાં મોત

નવી દિલ્હી: કર્ણાટકના નવનિર્વાચિત ધારાસભ્ય સિદ્દૂ બી ન્યામાગૌડા પ્રસાદનું એક રોડ અકસ્માતામં મોત નિપજ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જામખંડીથી ધારાસભ્ય સિદ્દૂ બી ગોવાથી બાગલકોટ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમની કાર તુલસીગિરી પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ. જાણકારી અનુસાર સોમવારે સવારે ચાર વાગે તુલસીગિરીના માર્ગ અપ્ર તેમની કાર સામે એક ટ્રક આવી ગયો. ટ્રકથી બચતી વખતે કારનું સંતુલન બગડ્યું અને કાર ડીવાઇડર સાથે ટકરાઇ ગઇ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ધટનાસ્થળે જ ધારાસભ્યનું મોત નિપજ્યું. સિદ્દૂ બી ન્યામાગૌડા પ્રસાદ 67 વર્ષના હતા. તે ઘણીવાર રાજ્યના ધારાસભ્ય તરીક ચૂંટાયા હતા.

સિદ્દૂ બી ન્યામા ગૌડા પ્રસાદ તે 78 કોંગ્રેસ ધારાસભ્યોમાંથી એક હતા, જેમણે કર્ણાતક વિધાનસભામાં જીત પ્રાપ્ત કરી હતી. ન્યામા ગૌડાએ બાગલકોટથી જામખંડીથી ફરીથી જીત પ્રાપ્ત કરી હતી. તેમણે 12 મેના રોજ ઉમેદવાર શ્રીકાંત સુબ્બારાવ કુલકર્ણીને 2,5000 મતોથી હરાવ્યા હતા. 

— ANI (@ANI) May 28, 2018

ધારાસભ્યના નિધન પર કર્ણાટક કોંગ્રેસે ટ્વિટના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી છે. 'અમારા વરિષ્ઠ નેતા અને જમખંડી ધારાસભ્ય શ્રી સિદ્દૂ બી ન્યામાગૌડાના નિધન પર ઉંડી સંવેદના. દુખની આ ઘડીમાં અમે તેમના પરિવાર સાથે ઉભા છીએ.' 

કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ પણ ટ્વિટના માધ્યમથી ધારાસભ્યના નિધન પર દુખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે 'અમારી પાર્ટી ધારાસભ્ય સિદ્દૂ બી ન્યામાગૌડાના આકસ્મિક મોતથી આંચકો લાગ્યો છે. સિદ્દૂ બી ન્યામાગૌડા એક ધારાસભ્ય, એક સાંસદ અને કેંદ્રીય મંત્રીના રૂપમાં કાર્ય કર્યું. મારા મિત્રને યાદ કરવામાં આવશે.' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news