આજે લોકસભાની 4 બેઠકો પર પેટાચૂંટણી, તમામ અપડેટ એક ક્લિક પર

આ બેઠકોમાં યુપીની ચર્ચિત કેરાના લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે

આજે લોકસભાની 4 બેઠકો પર પેટાચૂંટણી, તમામ અપડેટ એક ક્લિક પર

નવી દિલ્હી : આજે લોકસભાની ચાર અને વિધાનસભાની 10 બેઠકો પર પેટાચૂંટણી માટે કડક સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકોમાં યુપીની ચર્ચિત કેરાના લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. કેરાના સિવાય મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયા અને પાલઘર સંસદીય બેઠકો સિવાય નાગાલેન્ડની એક લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. કેરાના લોકસભા અને નૂરપુર વિધાનસભાની પેટાચૂંટણી 2019ની લોકસભા ચૂંટણી પહેલા સંભવતઃ અંતિમ પેટાચૂંટણી માનવામાં આવે છે.

કેરાના લોકસભા બેઠકમાં 16.09 લાખ વોટર્સ છે. જેમાં લગભગ 40% ભાગીદારી મુસ્લિમ અને જાટવ વોટર્સની છે. સવર્ણ, ઓબીસી અને અતિ પછાત જાતીની લગભગ 2 લાખ જાટ વોટર્સની દિશા નિર્ણાયક ભૂમિકા ભજવશે. ય2019માં માયાવતી-અખિલેશ એક મંચ પર આવ્યા હતા. એવામાં સવર્ણો અને અતિ પછાત વર્ગના વોટ્સ વચ્ચે નિર્ણાયક અંતર માટે ભાજપની આશા હવે જાટો પર ટકેલી છે. ૉ

તમામ પેટાચૂંટણીના અપડેટ્સ

  • મહારાષ્ટ્રના ગોંદિયામાં EVM ખરાબીના કારણે 35 બુથ પર વોટિંગ રદ
  • કર્ણાટકના આર.આર. નગર વિધાનસભા ક્ષેત્રમાં સવારે 11 વા્ગ્યા સુધી 21 ટકા મતદાન
  • યુપીના નુરપુર ક્ષેત્રમાં સવારે 11 વાગ્યા સુધી 24.55 ટકા મતદાન
  • કેરાનામાં ફરિયાદવાળા ઇવીએમ બદલાવી દેવામાં આવ્યા હોવાની ચૂંટણીપંચની સ્પષ્ટતા
  • મહારાષ્ટ્રમાં ગોંદિયા વિધાનસભા વિસ્તારમાં 35 બુથ પર રોકાયું મતદાન, ઇવીએમ ખરાબ
  • લગભગ 175 પોલિંગ બુથથી EVM-VVPAT મશીન ખરાબ હોવાની ફરિયાદ : અખિલેશ યાદવ
  • સમાજવાદી પાર્ટીના નેતાએ નુરપુરમાં ઇવીએમ સાથે છેડછાડનો મૂક્યો આરોપ

— ANI UP (@ANINewsUP) May 28, 2018

  • કેરાનામાં સવારે 9 વાગ્યા સુધી 10.20 % મતદાન થયું છે
  • પ્રાથમિક જાણકારી પ્રમાણે કેરાનામાં 113 EVM મશીન ખરાબ હોવાની જાણકારી મળી હતી
  • કેરાના લોકસભા સીટ પર EVM અને VVPAT મશીન થવાના મામલે આરોપ અને પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે
  • વિપક્ષે દલીલ કરી છે કે દલિત અને મુસ્લિ્મ વોટર મોટી સંખ્યામાં વોટિંગ કરવા નીકળી રહ્યા છે જેના કારણે બીજેપી ડરી ગઈ છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news