Solar Eclipse 2019: ભારત સહિત દુનિયાના અનેક ભાગોમાં જોવા મળ્યું સૂર્યગ્રહણ, દુબઈમાં દેખાઈ 'રિંગ ઓફ ફાયર'

આજે એટલે કે 26 ડિસેમ્બર 2019ના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ (Solar Eclipse)  છે. જેની અસર સમગ્ર દુનિયા સહિત ભારતમાં પણ જોવા મળશે. આ સૂર્યગ્રહણને રિંગ ઓફ ફાયરનું નામ અપાયું છે. આમ તો સૂર્યગ્રહણનું પોતાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ હોય છે. 

Solar Eclipse 2019: ભારત સહિત દુનિયાના અનેક ભાગોમાં જોવા મળ્યું સૂર્યગ્રહણ, દુબઈમાં દેખાઈ 'રિંગ ઓફ ફાયર'

નવી દિલ્હી: આજે એટલે કે 26 ડિસેમ્બર 2019ના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ (Solar Eclipse)  છે. ગ્રહણનો પ્રારંભ ગુજરાતના દ્રારકામાં થઈ ગયો છે. તેની અસર સમગ્ર દુનિયા સહિત ભારતમાં પણ જોવા મળશે. કંકણ સ્વરૂપે તો ભારતમાં ફક્ત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં જ જેમ કે કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં જોઈ શકાશે. બાકીના ભારતમાં ખંડગ્રાસ તરીકે જોવા મળશે. તામિલનાડુના મદુરાઈમાં કંકણ સ્વરૂપે સૌથી વધુ જોઈ શકાશે કારણ કે આ ગ્રાસમાન 93.1 ટકા રહેશે. એટલે કે આટલો સૂર્ય ગ્રહણ દરમિયાન ઢંકાયેલો રહેશે. આ સૂર્યગ્રહણને રિંગ ઓફ ફાયરનું નામ અપાયું છે. આમ તો સૂર્યગ્રહણનું પોતાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ હોય છે. 

આંશિક સૂર્યગ્રહણ સવારે 8:04 વાગ્યાથી શરૂ થયું, 9.24 વાગે ચંદ્રમાએ સૂર્યના કિનારાને ઢાંકવાનુ શરૂ કરી દીધુ. સવારે 9.26 વાગ્યા સૂધીમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું અને આ ગ્રહણ 11 વાગે સમાપ્ત થશે. ગ્રહણનો મધ્ય સમય 10:48 વાગ્યાનો રહેશે. કંકણ સમાપન બપોરે 12:29 વાગે થશે. ગ્રહણનો મોક્ષ કાળ સમય બપોરે 1:36 વાગે થશે. આ સમગ્ર ગ્રહણ દરમિયાન સૂર્ય 3:34 મિનિટ માટે કંકણ સ્વરૂપે જોવા મળશે. 

— ANI (@ANI) December 26, 2019

નાસાએ બહાર પાડી ચેતવણી
જ્યારે નાસાએ સૂર્યગ્રહણને લઈને એક ચેતવણી પણ બહાર પાડી છે. નાસાએ કહ્યું છે કે લોકો આ સૂર્યગ્રહણને નગ્ન આંખે જોવાની જરાય ભૂલ ન કરે. આ સૂર્યગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના સનગ્લાસનો ઉપયોગ કરવો. અત્રે જણાવવાનું કે આ સૂર્યગ્રહણ અનેક રાશિઓ પર પ્રભાવ પાડશે. 

— ANI (@ANI) December 26, 2019

દુર્લભ સૂર્યગ્રહણ
સૂર્યગ્રહણ જે રાશિઓ પર પડી રહ્યું છે તે છ ગ્રહોની યુતિ રહેશે. આ પ્રકારનો સંયો 296 વર્ષ  પહેલા બન્યો હતો અને હવે બની રહ્યો છે. ગ્રહણ ધનુ રાશિ પર લાગી રહ્યું છે. જો કે આ રાશિ પર 6 ગ્રહોની યુતિ હશે, જેનાથી રાશિઓ પર પ્રતિકૂળ અસર પડશે. વર્ષનું આ છેલ્લુ સૂર્યગ્રહણ વલયાકાર સૂર્યગ્રહણ રહેશે. જેનો અર્થ પૂર્ણગ્રાસ નહીં, પરંતુ ખંડગ્રાસ સૂર્યગ્રહણ રહેશે. આ ગ્રહણ ભારત, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સ, સાઉદી અરબ અને સિંગાપુરમાં પણ જોઈ શકાશે. આ વર્ષે 6 જાન્યુઆરી અને 2 જુલાઈના રોજ આંશિક સૂર્યગ્રહણ લાગ્યું હતું. આજે થનારું સૂર્યગ્રહણ સમગ્ર  ભારતમાં જોવા મળશે. આ સૂર્યગ્રહણની શરૂઆત સૌથી પહેલા ગુજરાતના દ્વારકામાં જોઈ શકાશે. સવારે 8:03 વાગે તે જોઈ શકાશે. પરંતુ કંકણ સ્વરૂપે તો ફક્ત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં જ જેમ કે કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં જોઈ શકાશે. બાકીના ભારતમાં ખંડગ્રાસ તરીકે જોવા મળશે. તામિલનાડુના મદુરાઈમાં કંકણ સ્વરૂપે સૌથી વધુ જોઈ શકાશે કારણ કે આ ગ્રાસમાન 93.1 ટકા રહેશે. એટલે કે આટલો સૂર્ય ગ્રહણ દરમિયાન ઢંકાયેલો રહેશે. 

જુઓ LIVE TV

જો કે સૂર્યગ્રહણને લઈને લોકોને મનમાં ડર વધુ છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એક ખગોળીય ઘટના છે બીજુ કઈ નહી. જ્યારે સૂર્ય અને ચંદ્રગ્રહણને લઈને કેટલીક સાવધાની પણ વર્તવી પડે છે. જેમ કે આ ગ્રહણકાળ દરમિયાન ભોજન કરવું જોઈએ નહીં. કે બનાવવું જોઈએ નહીં. ગ્રહણ સમયે મંદિર બંધ રહે છે. જ્યારે ગ્રહણ પૂરું થાય ત્યારે મંદિરમાં સફાઈ થાય છે અને ત્યારબાદ કપાટ ખુલે છે. 

કહેવાય છે કે ગ્રહણકાળ દરમિયાન પૂજા પાઠ પણ કરવા જોઈએ નહીં. આ સાથે જ કોઈ શુભ કામ પણ ન કરવું જોઈએ. અનેક પંડિતોનું જો માનીએ  તો આ વખતે સૂર્યગ્રહણની ખાસ વાત એ છે કે આ ગ્રહણ ષડગ્રહી યોગમાં પડે છે. જેનો અર્થ એ થાય છે કે એક જ રાશિમાં એક સાથે 6 ગ્રહ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news