મમતાએ ફરી દેખાડ્યા તેવર, 13 વર્ષ પહેલા ‘ધરણા પોલિટિક્સ’થી લેફ્ટના ગઢમાં પાડ્યુ હતું ગાબડૂ
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં તખ્તા પલટનો પ્રયાસ કરી રહ્યાં છે.
Trending Photos
કોલકાતા: કેન્દ્ર પર તીખા પ્રહાર કરતા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં તખ્તા પલટનો પ્રયાસ કરી રહ્યાં છે. આ પહેલા સીબીઆઇની એક ટીમે ચિટફંડ કૌભાંડમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર સાથે પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. મમતાએ આ ટિપ્પણી ત્યારબાદ કરી હતી. મમતાએ આરોપ લગાવ્યો છે કે સીબીઆઇ કાર્યવાહી રાજકિય રીતથી બલદો અને બંધારણીય માપદંડો પર હુમલો છે. બાદમાં એસ્પ્લેનેડમાં ધરણા પર બેઠા હતા.
કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર, પશ્ચિમ બંગાળના ડીજી વિરેન્દ્ર અને એડીજી (કાયદા વ્યવસ્થા) અનૂજ શર્મા પણ ધરણા પર હાજર હતા. એક તૃણમૂલ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે મમતા બેનર્જીના નેતૃત્વમાં બંધારણની રક્ષા માટે અહીંયા આવ્યા છે.
મમતા બેનર્જીએ મેટ્રો ચેનલ પર ધરણા પર બેસવાની સાથે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ફરી એકવાર 13 વર્ષ પછી ‘ધરણા પોલિટિક્સ’ પર પાછા ફરી રહ્યાં છે. વર્ષ 2006માં સિંગૂરમાં ટાટાનું કારખાનું લગાવવાની સામે મમતા બેનર્જીએ મેટ્રો ચેનલ પર જ 26 દિવસ સુધી ભૂક હડતાળ કરી હતી. મમતાની આ ભૂખ હડતાળ બાદ તેમણે પશ્ચિમ બંગાળમાં ઘોણું જન સમર્થમ મળ્યું હતું. અહીંયાથી વામદળોની સરકાર જતી રહી હતી. આ વખતે તેઓ ભાજપ અને કેન્દ્ર સરકારની સામે ધરણા પર બેઠી છે.
ધરણા પર બેસી મમતા બેનર્જીએ કહ્યું કે, ‘મને આવા પ્રધાનમંત્રી સાથે વાત કરવામાં શરમ અનુભવાય છે, જેમના હાથમાં લોહી લાગ્યું છે. મમતાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજ્યમાં તખ્તાપલટનો પ્રયાસ કરી રહ્યાં છે કેમકે અમે 19 જાન્યુઆરીએ વિપક્ષની રેલી આયોજીત કરી હતી. અમે જાણતા હતા કે રેલી આયોજીત કર્યા બાદ સીબીઆઇ અમારી પણ હુમલો કરશે.’ તેઓ બ્રિગેડ રેલીનો ઉલ્લેખ કરી રહી હતી જેમાં લગભગ 20 વિપક્ષી દળોના નેતા સામેલ થયા હતા. તેમણે કહ્યું કે સીબીઆઇની કાર્યવાહી રાજકીય બદલાવાળી છે.
તેમણે પોલીસ કમિશનર રાજીવ કુમારના આવાસની બહાર તાત્કાલીક બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે, ‘અમારી સરકારે સત્તામાં આવ્યા બાદ ચિટફંડ માલિકોની ધરપકડ કરી. અમે જ કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરી હતી.’ તેમણે કહ્યું કે તેઓ સાબિત કરે કે કુમાર ચિટફંડ કૌભાંડમાં સામેલ છે.
તેમણે કહ્યું કે, ‘કાયદા વ્યવસ્થા રાજ્યનો વિષય છે. અમારે તેમને બધુ જ કેમ આપવું જોઇએ? તેમણે પોલીસ કમિશનરના આવાસ પર વગર કોઇ વારંટ આવવા માટે આટલી અશિષ્ટ ક્યાંથી મળી રહી છે?’ મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવ્યો કે તેઓ રાજ્યમાં તખ્તા પલટનો પ્રયાસ કરી રહ્યાં છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, ‘મારા ઘરે પણ સીબીઆઇ મોકલી રહ્યાં છે. 2011માં અમારી જ સરકારે ચિટફંડ કૌભાંડની સામે તપાસ શરૂ કરી હતી. અમે ગરીબોના પૈસા પરત આપવાનું કામ કર્યું હતું. અમે ગુનેગારોને પકડવા માટે એક કમિટી બનાવી હતી. સીપીએમના સમયમાં ચિટફંડ શરૂ થયું હતું અને તેમની સામે તપાસ કેમ કરવામાં આવી ન હતી? તેમણે કહ્યું કે, હું દૂ:ખી છું. હું ભયભીત થવાની નથી. હું જાણું છું કે દેશના લોકો મને સમર્થન આપશે.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે