કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનનો હવે નવો પેંતરો, કહ્યું- PAK વકીલ જ જાધવનો પક્ષ રજૂ કરશે

ભારત સામે શરત રજૂ કરતા પાકિસ્તાન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પાકિસ્તાનના જ કોઈ વકીલને આ મામલે પાવર ઓફ અટોર્ની આપે. 

કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનનો હવે નવો પેંતરો, કહ્યું- PAK વકીલ જ જાધવનો પક્ષ રજૂ કરશે

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) ની જેલમાં કેદ કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) ને લઈને પાકિસ્તાને વળી પાછો નવો પેંતરો રચ્યો છે. પાકિસ્તાને કહ્યું કે કુલભૂષણ જાધવ મામલે આગળ થનારી કાર્યવાહીમાં કુલભૂષણ જાધવનો પક્ષ કોર્ટમાં કોઈ પાકિસ્તાની જ રજૂ કરશે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત (India) સામે શરત રજૂ કરતા પાકિસ્તાન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પાકિસ્તાનના જ કોઈ વકીલને આ મામલે પાવર ઓફ અટોર્ની આપે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ના આદેશ બાદ મળેલા કોન્સ્યુલર એક્સેસ દરમિયાન જાધવે ભારતીય દૂતાવાસને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news