આજે કુમારસ્વામીનો બહુમત ટેસ્ટ, ભાજપે વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉતાર્યા ઉમેદવાર

કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ શુક્રવારે બહુમત પરીક્ષણનો સામનો કરશે અને આશા છે કે રાજ્યમાં દસ દિવસની રાજકીય અસ્થિરતાનો અંત આવશે. જેડીએસ-કોંગ્રેસ-બસપા સંગઠનના નેતા કુમારસ્વામીએ બુધવારે વિપક્ષના તમામ મોટા નેતાઓની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ લીધા હતા.

આજે કુમારસ્વામીનો બહુમત ટેસ્ટ, ભાજપે વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉતાર્યા ઉમેદવાર

બેંગલુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ શુક્રવારે બહુમત પરીક્ષણનો સામનો કરશે અને આશા છે કે રાજ્યમાં દસ દિવસની રાજકીય અસ્થિરતાનો અંત આવશે. જેડીએસ-કોંગ્રેસ-બસપા સંગઠનના નેતા કુમારસ્વામીએ બુધવારે વિપક્ષના તમામ મોટા નેતાઓની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ લીધા હતા.

કોંગ્રેસના 78 ધારાસભ્ય છે જ્યારે કુમારસ્વામી જેડી (એસ)ના 36 અને બસપાનો એક ધારાસભ્ય છે. ગઠબંધને કેપીજેપીના એકમાત્ર ધારાસભ્ય અને એક અપક્ષ ઉમેદવારના સમર્થનનો પણ દાવો કર્યો છે. કુમારસ્વામીએ બે સીટો પર જીત નોંધાવી હતી. ભાજપના બી એસ યેદિયુરપ્પાએ 17મે ના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા પરંતુ સદનમાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરતાં પહેલાં જ તેમણે રાજીનામાની જાહેરાત કરી દીધી હતી.

ભાજપ 'ઓપરેશન કમળ' પુનરાવર્તિત કરવાનો પ્રયત્ન કરી શકે છે
'ઓપરેશન કમળ' અથવા 'ઓપરેશન લોટસ' નામના શબ્દ 2008માં તે સમયે ઉપયોગ કર્યા હતા જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. પાર્ટીને સાધારણ બહુમત માટે ત્રણ ધારાસભ્યોની જરૂર હતી. 'ઓપરેશન કમળ' હેઠળ કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા માટે રાજી કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તે વિધાનસભામાં પોતાની સદસ્યતા છોડીને ફરીથી ચૂંટણી લડે. તેમના રાજીનામાના લીધે વિશ્વાસ મત દરમિયાન જીત માટે જરૂરી સંખ્યા ઓછી થઇ ગઇ હતી અને પછી યેદિયુરપ્પા વિશ્વાસનો મત જીતી ગયા હતા. 

ભાજપે વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવાર ઉતાર્યા
ભાજપે વિધાનસભા અધ્યક્ષ પદ માટે આજે પોતાના વરિષ્ઠ નેતા અને પાંચવાર ધારાસબ્ય એસ સુરેશ કુમારને ઉતાર્યા છે. કોંગ્રેસના રમેશ કુમારે સત્તારૂઢ ગઠબંધનના ઉમેદવારના રૂપમાં આ પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે. ભાજપના ઉમેદવારે કહ્યું કે 'સંખ્યાબળ અને ઘણા અન્ય કારણોના આધારે અમારી પાર્ટીના નેતઓને વિશ્વાસ છે કે હું જીતીશ. આ વિશ્વાસ સાથે મેં ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે. 

તેમને પૂછવામાં આવ્યું કે તેમની પાસે ફક્ત 104 ધારાસભ્ય છે તો એવામાં તેમના માટે જીતની સંભાવના શું છે, સુરેશ કુમારે કહ્યું કે 'મેં ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે. કાલે બપોરે સવા બાર વાગે ચૂંટણી છે. ચૂંટણી પછી તમને ખબર પડી જશે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગઠબંધન ઉમેદવારની જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો.

તેમને કહ્યું કે 'મને ખબર પડી છે કે ભાજપે પણ ઉમેદવારી નોંધાવી છે. મને આશા છે કે તે ઉમેદવારી પરત ખેંચી લેશે. જો ચૂંટણી થાય છે તો રમેશ કુમારની જીત નિશ્વિત છે. જોકે કુમારસ્વામીના વિશ્વાસના મત પ્રાપ્ત કરવાની સંભાવના છે અને તેના માટે મંત્રીમંડળનું વિસ્તાર મુશ્કેલ સાબિત થવાનું છે.

ડી કે શિવકુમારની નારાજગીના સમાચાર
એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર ઉપમુખ્યમંત્રી પદ માટે તેમની અનદેખી કરતાં તે નારાજ છે. પાર્ટીએ દલિત ચહેરો જી પરમેશ્વરને ઉપમુખ્યમંત્રી બનાવ્યા છે. શિવકુમારે કહ્યું હતું કે 'શું આ તે લોકો માટે એક સમાન છે જે એક સીટ જીતે છે અને અથવા જે રાજ્ય જીતે છે. હું સંન્યાસ લેવા માટે રાજકારણમાં આવ્યો નથી. હું ચેસ રમીશ ફૂટબોલ નહી. 

પરમેશ્વરે ગુરૂવારે કહ્યું હતું કે ગઠબંધનને મુખ્યમંત્રીના રૂપમાં જેડી(એસ) નેતાના કાર્યકાળ પર હજુ ચર્ચા કરવાની છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમારું કુમારસ્વામી પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્યંત્રી બની રહેશે તો તેના જવાબમાં કહ્યું કે 'અમે હજુ સુધી તેના પર ચર્ચા કરી નથી. 

ઇનપુટ ભાષા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news