PM મોદીનો મમતાને વળતો પ્રહાર, ગાળની ચિંતા નથી ગલીઓનો કરવો છે વિકાસ

શેહ-શરમ વગરના દીદીને અમે શેરી અને શહેરનો વિકાસ કરીને જવાબ આપવા માંગીએ છીએ વડાપ્રધાન મોદીનો હુંકાર

PM મોદીનો મમતાને વળતો પ્રહાર, ગાળની ચિંતા નથી ગલીઓનો કરવો છે વિકાસ

મિર્ઝાપુર : કેન્દ્રીય મંત્રી અને ભાજપા સહયોગી અનુપ્રિયા પટેલનો ચૂંટણી પ્રચાર કરવા માટે મિર્ઝાપુર આવેલા વડાપ્રધાન મોદીએ ઝી ન્યૂઝ (ZEE NEWS) સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019) ની ખાસ વાત એ છે કે આ વખતે સત્તા વિરોધી નહી પરંતુ પ્રો ઇંકેબી લહેર ચાલી રહી છે. પોતાનાં પૂર્વાંચલ ફતેહના પ્લાન અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં અહીંના બે છોકરાઓનો પ્રયોગ નિષ્ફળ થઇ ચુક્યો છે. લોકો તેને નકારી ચુક્યા છે. આ વખતે સપા-બસપાએ મહામિલાવટ ગઠબંધન કર્યું છે. જનતા તેમને પણ નકારી દેશે. મોટા ભાગના રાજનેતાઓ, પાર્ટીઓ અને પોલિટીકલ પંડિત જે તેમને નિષ્પક્ષ કહે છે તેઓ 20મી સદીની માનસિકતાથી પ્રભાવિત છે. 21મી સદીને તેઓ સ્વિકારવા કે સમજવા તૈયાર નથી. 2019માં બધાનું ધ્યાન થીયરી બદલવા માટે ઉત્તરપ્રદેશ મજબુર કરી દેશે. 

બંગાળ રેલી
આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ત્યાં બે રેલીઓ કરશે. ત્યાં જતા પહેલા પુછાયેલા સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, મમતા દીદીને માં, માટી અને માનુષને જવાબ આપવો પડશે. મેમે (memes)ની ઘટનાએ માં, માટી અને માનુષની ધજાગરા કરી નાખ્યા છે. બંગાળની હિંસા અંગે વડાપ્રધાને કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓ સામે હવે જનતા ઝુંકવાની નથી. તેઓ સતત ચૂંટણીમાં હિંસાની મદદ લઇ રહ્યા છે પરંતુ તેમ છતા બંગાળની જનતા પોતાની રીતે માનસિક તૈયારીઓ કરી ચુક્યું છે. કોલકાતામાં ઇશ્વરચંદ વિદ્યાસાગરની મુર્તિ તોડવા અંગે તેમણે કહ્યું કે, ટીએમસી હિંસાની મદદ લઇ રહ્યું છે. હવે તેમની પાસે કોઇ રસ્તો બચ્યો નથી તેથી તેઓ ગાળોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અમારે ગાળોનો જવાબ ગાળથી નહી ગલીનો વિકાસ કરીને આપવો છે. અમારી પાસે ગાળો માટે સમય નથી. 

દિલ્હીમાં બેઠેલા ન્યુટ્રલ લોકો પણ માંગ કરી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં ઇશ્વરચંદ્રજીની મુર્તિ સાથે જે થયું ત્યાના સીસીટીવી કેમેરાના ફુટેક દેશ સમક્ષ રજુ કરવા જોઇએ. તમે બે -ચાર દિવસ પહેલા ઘાયલ થયેલા લોકોને ઉભા રાખીને સહાનુભુતિનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરશો તે નહી ચાલે. હાલમાં જ ત્યાં પંચાયત ચૂંટણી થઇ, પોલિંગ બુથ પણ સળગાવી દેવાયા. ઉમેદાવોરોએ પોતાની ઉમેદવારી માટે કોર્ટમાં જવુ પડ્યું. ચૂંટણીની તારીખ જાહેર નહોતી થઇ તે પહેલા લોકોના હેલિકોપ્ટર ન ઉતરવા દેવાયા. આ લોકશાહીને મિટાવીને ચૂંટણી જીતવા માંગે છે. 

આ ચૂંટણીની વિશેષતા છે કે ભાજપે કોઇ નારો આપવો નથી પડ્યો. લોકોએ નારા પોતે જ બનાવ્યા. આ જ તેમનો પ્રેમ છે. બંગાળમાં અમને 300 પાર કરાવી દેશે. વિપક્ષે મોદીની એટલી મોટી હવા બનાવી કે સોશિયલ મીડિયા પર પોતે જ લોકોએ તેમને જવાબ આપ્યો કે આવશે તો મોદી જ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news