CAA Protest: લાલ કિલ્લા પાસે પ્રદર્શન કરી રહેલા 126 લોકોની અટકાયત, અસ્થાયી જેલમાં મોકલાયા

નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં પ્રદર્શન અને બંધના રાજકારણમાં વિપક્ષી પાર્ટીઓ ખુલીને  સામે આવી ગઈ છે. આ કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ દેશભર (Nationwide Protest) માં પ્રદર્શન કરી રહી છે. આ પાર્ટીઓને અનેક યુનિવર્સિટીઓનું પણ સમર્થન મળ્યું છે. કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓએ રસ્તાઓ પર ઉતરવાની તૈયારી કરી છે. 5 લેફ્ટ પાર્ટીઓએ સમગ્ર દેશમાં પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. 

CAA Protest: લાલ કિલ્લા પાસે પ્રદર્શન કરી રહેલા 126 લોકોની અટકાયત, અસ્થાયી જેલમાં મોકલાયા

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરુદ્ધ દિલ્હીમાં અલગ અલગ જગ્યાઓ પર થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આજે સવારે લાલ કિલ્લા પાસે ભેગા થયેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પ્રદર્શનકારીઓ ધીરે ધીરે લાલ કિલ્લા પાસે ભેગા થવા લાગ્યા હતાં અને સંખ્યા વધતા તેઓ ઉગ્ર પ્રદર્શન કરવા લાગ્યાં. ત્યારબાદ પોલીસે તેમને શાંત કરવાની કોશિશ કરી પરંતુ આ લોકો ઉગ્ર વિરોધ કરવા લાગ્યાં. ત્યારબાદ તેમના અને પોલીસફોર્સ વચ્ચે ઝડપ શરૂ થઈ. પોલીસે સુરક્ષા કારણોસર અનેક લોકોની અટકાયત કરી. અત્રે જણાવવાનું કે પોલીસ અને પ્રશાસન તરફથી પહેલેથી જ લાલ કિલ્લાની આજુબાજુ કલમ 144 લાગુ કરાઈ છે. 

દિલ્હી પોલીસને મળેલા ઈન્ટેલિજન્સ ઈનપુટમાં કહેવાયું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં 12 જગ્યાઓ પર પ્રદર્શન કરવાની યોજના છે. આ જગ્યાઓ જંતર મંતર, જામિયાનગર, સંસદ માર્ગની પાસે, લાલ કિલ્લો, મંડી હાઉસ, રાજઘાટ અને કાલિન્દી કૂંજ છે. 

LIVE UPDATES...

-  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે સરકાર આ બિલ ન લાવે પરંતુ યુવાઓને નોકરી આપે. 
- યુપીના સંભલમાં નાગરિકતા કાયદાના વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ બાળી મૂકી.

— ANI UP (@ANINewsUP) December 19, 2019

- નાગરિકતા કાયદા સામેના વિરોધ પ્રદર્શનના કારણે 8 મેટ્રો સ્ટેશન પહેલા જ બંધ  કરી દેવાયા હતાં અને બીજા 6 પાછળથી બંધ કરાયા. 
- મળતી માહિતી મુજબ લાલ કિલ્લા પર આજે ભારે સંખ્યામાં લોકો ભેગા તો થઈ ગયા પરંતુ પોલીસ તેમને ત્યાં થોભવા દીધા નહીં. અનેક લોકોની અટકાયત કરાઈ. પોલીસ અત્યાર સુધીમાં લગભગ 18 બસો ભરીને લોકોની અટકાયત કરીને લઈ ગઈ. આ માટે અગાઉથી જ ઈન્તેજામ કરાયા હતાં. હજુ પણ લગભગ 30 બસો લાલ કિલ્લામાં અંદર ઊભી  છે. જે લોકોને અટકાયતમાં લેવામાં આવ્યાં છે તેમાં વિદ્યાર્થીઓ- વૃદ્ધો અને મહિલાઓ પણ સામેલ છે. પ્રદર્શન કરવા આવેલા સ્વરાજ ઈન્ડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવ અને લેફ્ટ નેતા ડી રાજાની પણ અટકાયત કરવામાં આવી છે. 
- નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનની આશંકાને પગલે સેન્ટ્રલ સેક્રેટરિયેટ, આઈટીઓ, પટેલ ચોક, ઉદ્યોગ ભવન, લોક કલ્યાણ માર્ગ, અને પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યાં છે. 

— ANI (@ANI) December 19, 2019

- લાલ કિલ્લાની પાસે ભેગા  થયેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રદર્શનકારીઓ લાલ કિલ્લા પાસે ભેગા થવા લાગ્યા હતાં. લાલ કિલ્લાની આજુ બાજુ કલમ 144 લાગુ છે. 

— ANI (@ANI) December 19, 2019

- નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનની આશંકાને પગલે સેન્ટ્રલ સેક્રેટરિયેટ, આઈટીઓ, પટેલ ચોક, ઉદ્યોગ ભવન, લોક કલ્યાણ માર્ગ, અને પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યાં છે. 
- દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને લાલ કિલ્લાની આજુબાજુ કલમ 144 લાગુ. 


- ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે અલીગઢ, મઉ, લખનઉ, પ્રયાગરાજથી ધરપકડ  થઈ છે. કલમ 144ના ભંગમાં 3 હજારથી વધુ લોકોને નોટિસ મોકલાઈ છે. તેમણે કહ્યું કે નાગરિકતા કાયદાને લઈને કોઈ પણ અફવા ફેલાવવાની કોશિશ ન કરે જો આમ કરતા પકડાયા તો કાર્યવાહી થશે. 
- નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનની આશંકાને કારણે દિલ્હી મેટ્રોએ જામિયા મિલિયા ઈસ્લામિયા, જસોલા વિહાર, શાહીન બાગ, અને મુનીરકા સ્ટેશનોની એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દીધા છે. 
- દિલ્હી પોલીસે કહ્યું કે 'હમ ભારત કે લોગ' બેનર હેઠળ લાલ કિલ્લાથી શાહીન બાગ સુધી પ્રદર્શનની મંજૂરી અપાઈ નથી. 
- નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શનને જોતા કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી.

— ANI (@ANI) December 19, 2019

- કર્ણાટકમાં CAA વિરુદ્ધ પ્રદર્શનને લઈને બેંગ્લુરુમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. બેંગ્લુરુના ટાઉન એરિયામાં પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે. 
- બિહારના દરભંગામાં સીપીઆઈ-એમના કાર્યકરોએ ટ્રેન રોકી.

— ANI (@ANI) December 19, 2019

- પશ્ચિંમ બંગાળના ગવર્નર જયદીપ ધનકરે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ નાગરિકતા સંશોધન કાયદા પર હાલ રોક લગાવવાની ના પાડી છે. હું બધાને અપીલ કરું છું કે આંદોલનનો રસ્તો છોડીને શાંતિનો માહોલ જાળવે. 

— ANI (@ANI) December 19, 2019

- બિહારના પટણામાં કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલુ. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશનના સભ્યોએ રાજેન્દ્રનગર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી. 

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન અને બંધના રાજકારણમાં વિપક્ષી પાર્ટીઓ ખુલીને  સામે આવી ગઈ છે. આ કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ દેશભરમાં પ્રદર્શન કરી રહી છે. આ પાર્ટીઓને અનેક યુનિવર્સિટીઓનું પણ સમર્થન મળ્યું છે. કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓએ રસ્તાઓ પર ઉતરવાની તૈયારી કરી છે. 5 લેફ્ટ પાર્ટીઓએ સમગ્ર દેશમાં પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.  દેશભરમાં પ્રદર્શનને જોતા દિલ્હીથી મુંબઈ-બેંગ્લુરુ સુધી પોલીસને અલર્ટ રહેવાના નિર્દેશ અપાયા છે. સમગ્ર યુપીમાં પહેલેથી જ કલમ 144 લાગુ કરી દેવાઈ છે. ડીજીપીએ વિદ્યાર્થીઓના માતા પિતાને અપીલ કરી છે કે તેઓ બાળકોને આવા કોઈ જ પ્રદર્શનમાં જવા દે નહીં. દિલ્હી પોલીસે કહ્યું કે મંડી હાઉસથી જંતર મંતર સુધીના પ્રદર્શનને પણ મંજૂરી અપાઈ નથી. 

આ બાજુ મુંબઈ (Mumbai) ના ઓગસ્ટ  ક્રાંતિ મેદાનમાં પણ આજે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થશે. જ્યારે નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષમાં બે ફાડચા પડેલા જોવા મળી રહ્યાં છે. મુંબઈમાં કોંગ્રેસ-એનસીપીના પ્રદર્શનમાં શિવસેના (Shivsena) એ ભાગ લેવાની ના પાડી દીધી છે. જ્યારે બિહારમાં લેફ્ટના પ્રદર્શનથી લાલુ યાદવની પાર્ટી આરજેડીએ અંતર જાળવ્યું છે. 

વિરોધ પ્રદર્શનમાં બોલિવૂડ હસ્તીઓ પણ સામેલ
સીએએ સામેના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ, એનસીપી, સમાજવાદી પાર્ટી અને મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ તમામ પક્ષો સામેલ થશે. શિવસેના જો કે પ્રદર્શનમાં સામેલ નથી. શિવસેના નાગરિકતા સંશોધન કાયદાનો સદનમાં વિરોધ  કરે છે પરંતુ તે ખુલીન તેના વિરુદ્ધ જવા માંગતી નથી. CAA અને NRCનો ખાસ કરીને વિચારધારાવાળા બોલિવૂડ સ્ટાર્સ વિરોધ કરશે. જાવેદ અખ્તર, શબાના આઝમી, ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ અને અનુભવ સિન્હા જેવી હસ્તીઓ આજે વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news