ગુજરાતના આ લબરમૂછિયા યુવાનોની અનોખી સેવા, માત્ર 5 રૂપિયામાં કરાવે છે ભરપેટ ભોજન
આણંદના નવા બસ્ટેન્ડ પાસે સવારના બે હજારથી વધારે છુટક મજૂરી કરતા ગરીબ લોકો ભેગા થતા હોય છે. જેની પાસે 7 રૂપિયાની ચા પીવા કરતા 5 રૂપિયામાં ભરપેટ ખીટડી કઢી મળતી થઇ હોવાથી સામાન્ય અને જરૂરીયાત મંદ મજૂરોએ રાહત અનુભવી છે.
Trending Photos
લાલજી પાનસુરીયા, આણંદ: આણંદના નવા બસ્ટેન્ડ પાસે સવારના બે હજારથી વધારે છુટક મજૂરી કરતા ગરીબ લોકો ભેગા થતા હોય છે. જેની પાસે 7 રૂપિયાની ચા પીવા કરતા 5 રૂપિયામાં ભરપેટ ખીટડી કઢી મળતી થઇ હોવાથી સામાન્ય અને જરૂરીયાત મંદ મજૂરોએ રાહત અનુભવી છે. આ 5 રૂપિયામાં ખીચડી કઢી લબરમૂછિયા યુવાનો દ્વારા સેવા આપવામાં આવી રહી છે.
સામાન્ય રીતે લોકો નિવૃતિ બાદ અને પૈસે ટકે સુખી થયા બાદ સેવા તરફ ધ્યાન આપતા હોય છે. સંવેદના ટ્રસ્ટના આ યુવાનો તો 365 દિવસ સેવા કરે છે. માત્ર ખીચડીની જ સેવા નહીં ગરીબ વિદ્યાર્થીઓ માટે કપડા, ચોપડા, ગૌરી વ્રત સમયે ગરીબ દિકરીઓને ખાવાનું આપવા સહિતની અનેક સેવા પોતાના સવાર સાંજના ફ્રી સમયમાં કરતા હયો છે.
આજે જ્યારે 5 રૂપિયામાં એખ કપ ચા નથી મળતી તેવા સમયે 5 રૂપિયામાં ભરપેટ કઢી અને ખચડી કેવી રીતે આપી શકે પણ આતો સેવા છે. સવારના 5 વાગ્યાથી ખીચડી અને કઢી બનાવવાનું જાતે જ શરૂ કરી અને સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં આ યુવનો જાતે સેવા કરે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે