લોકડાઉન 3 0 News

ગુજરાત સરકારની છૂટછાટોની જાહેરાત વચ્ચે જાણો પાન-મસાલાની દુકાન, બ્યૂટી પાર્લર ક્યારે
ગુજરાતમાં પણ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. સતત વધી રહેલા કેસો સામે ગુજરાત સરકારનો કોઈ અંકુશ રહ્યો નથી. ગુજરાતમાં કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગુજરાતમાં શુ છૂટછાટ અપાશે અને શુ નહિ તેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ગુજરાતના 6 નગરપાલિકામાં કોઈ છૂટછાટ નહિ મળે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. 
May 3,2020, 15:42 PM IST
રાજ્ય સરકારનો નિર્ણય : 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ
સીએમઓના સચિવ અશ્વિની કુમારે સરકારના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. મહાનગરોમાં કોરોનાનાં કેસ વધુ છે, જેના કારણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું પડશે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે. 
May 3,2020, 15:33 PM IST
ગાંધીનગરના આકાશમાંથી કોરોના વોરિયર્સ માટે પુષ્પવર્ષા, વડોદરામાં આર્મીએ હોસ્પિટલ બહાર
May 3,2020, 12:07 PM IST
પટેલ પરિવારના ત્રણ સભ્યો કોરોનાના કપરા કાળમાં બન્યા છે ફ્રન્ટ વોરિયર્સ
કોરાનાની સંકટની આ ઘડીમાં આરોગ્ય કર્મચારીઓ પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓ પરિવારની ચિંતા કર્યા વિના દેશના નાગરિકોની જીવ બચાવવા મેદાને છે. કોરોના સામેની લડાઇમાં ઘણા આરોગ્ય કર્મચારી પોલીસ અને શિક્ષક સુધીના લોકો સંક્રમિત થયા છે અને હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહ્યાં છે. તેઓને પરિવાર ચિંતામાં છે, પણ હજુ આ કોરોના વોરિયર્સે (corona warriors) પાછુ વળીને જોયુ નથી. આવા જ એક પટેલ પરિવારની વાત આપણે કરીશું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આતરોલ ગામના પટેલ પરિવારની ખેતી સાથે સંકળાયેલા આ પરિવારના ત્રણ સભ્યો સરકારી કર્મચારી છે. જેઓ હાલ કોરોનાના કપરા કાળમાં ફ્રન્ટ વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
May 3,2020, 9:00 AM IST
સુરતથી નીકળેલા યુપી-બિહારના પરપ્રાંતિયો રસ્તામાં અનેક સ્થળોએ અટવાયા
કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતીયોને જવાની છૂટછાટ આપવામાં આવી ત્યારથી તેઓ પોતાના વતન જવા તત્પર બન્યા છે. પણ તેઓને વિવિધ પોતાના વતનમાં પહોંચવા માટે વિવિધ પ્રોસેસનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતથી વતન જવા નીકળેલા પરપ્રાંતયો (migrants) આજે વડોદરામા અટવાયા હતા. પોલીસ દ્વારા દરજીપુરા મેદાનમાં વાહનો રોકી દેવામા આવ્યા હતા. પાસ પરમીટ હોવા છતા વડોદરા પોલીસે રોકતા પરપ્રાંતીઓ રોષે ભરાયા હતા. પરપ્રાંતિયોની બસો અને ટ્રકો વડોદરા રોકવામા આવી હતી. યુપી બિહાર તરફ જવા નીકળેલા પરપ્રાંતિયો મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજી તરફ અકળાયેલા પરપ્રાંતિયો હાઈવે પર આવી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સોશિયલ મીડિયા માં વિડીયો વાઇરલ થતા તંત્ર પણ દોડતું થયું હતું.
May 2,2020, 17:00 PM IST

Trending news