Monsoon Session: વિપક્ષી દળોમાં બની સહમતિ, રાજ્યસભામાં 2 વાગે કોવિડ-19 પર થશે ચર્ચા
સંસદના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે પણ લોકસભામાં વિપક્ષે ખુબ હોબાળો મચાવ્યો. જેના કારણે લોકસભા અધ્યક્ષે સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી.
Trending Photos
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે પણ લોકસભામાં વિપક્ષે ખુબ હોબાળો મચાવ્યો. જેના કારણે લોકસભા અધ્યક્ષે સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી. હકીકતમાં પેગાસસ સોફ્ટવેરના કથિત જાસૂસી પ્રકરણને લઈને મંગળવારે વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવતા વેલમાં વિરોધ પ્રદર્શન કર્યું. જેના કારણે સદનની કાર્યવાહી આગળ ચાલી નહીં. પરિણામ એ આવ્યું કે લોકસભા અધ્યક્ષે 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી.
2 વાગે રાજ્યસભામાં ચર્ચા
વિપક્ષી દળોમાં કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સહમતિ બની ગઈ છે અને બપોરે 2 વાગે રાજ્યસભામાં આ મહત્વના મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં નક્કી થશે કે પીએમ મોદી દ્વારા બોલાવવામાં આવેલા કોરોના પ્રેઝન્ટેશનમાં વિપક્ષ સામેલ થશે કે નહીં. ઈઝરાયેલ સ્પાયવેર પેગાસસ દ્વારા રાજનેતાઓ, પત્રકારો સહિત અનેક પ્રમુખ હસ્તીઓની કથિત જાસૂસી મુદ્દે કોંગ્રેસ સહિત વિભિન્ન પક્ષોના સભ્યોના હોબાળાના કારણે મંગળવારે રાજ્યસભાની બેઠક શરૂ થયાના ગણતરીના સમયમાં સ્થગિત કરવી પડી હતી. હોબાળા વચ્ચે ઉપલા ગૃહમાં શૂન્યકાળ થઈ શક્યો નહીં.
કોંગ્રેસના આનંદ શર્માએ જાસૂસીનો મુદ્દો ઉઠાવ્યો
સદનની બેઠક શરૂ થવા પર કોંગ્રેસના આનંદ શર્માએ પેગાસસ દ્વારા કથિત જાસૂસીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તે રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન એક ગંભીર મુદ્દો છે અને તેના પર તત્કાળ ચર્ચા થવી જોઈએ. આથી તેમણે ઉપલા ગૃહમાં નિયત કામકાજ પર રોક કરી આ મુદ્દે ચર્ચા કરવા માટે નિયમ 267 હેઠળ એક નોટિસ આપી.
સરકાર સાથે કોઈ લિંક નથી
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સરકાર અને પેગાસસ મુદ્દા વચ્ચે કોઈ સંબંધ નથી. આમ છતાં જો વિપક્ષના નેતા યોગ્ય પ્રક્રિયાના માધ્યમથી આ મુદ્દાને ઉઠાવવા માંગતા હોય તો તેમને ઉઠાવવા દો.
કોંગ્રેસ વિચારી રહી છે કે સત્તા અને પીએમ પર તેમનો અધિકાર છે- પ્રહ્લાદ જોશી
ભાજપની સંસદીય દળની બેઠક અંગે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે પીએમ મોદીએ વિપક્ષની ધારણા પર ચિંતા વ્યક્ત કરી. લોકોના મુદ્દા ઉઠાવવાની જગ્યાએ કોંગ્રેસ વિચારે છે કે સત્તા અને પીએમ પર તેમનો અધિકાર છે. આપણે 2 વર્ષથી મહામારી ઝેલી રહ્યા છીએ પરંતુ કોંગ્રેસ ખુબ બેજવાબદારીવાળો વ્યવહાર કરી રહી છે.
No iota of link between Govt and Pegasus issue. Still, if they (Opposition) want to raise the issue through proper procedure, let them raise it. IT Minister has already issued a statement on the issue: Parliamentary Affairs Minister Prahlad Joshi pic.twitter.com/gtYnivdFTv
— ANI (@ANI) July 20, 2021
પહેલા ચર્ચા પછી પ્રેઝન્ટેશન-કોંગ્રેસ
સરકાર તરપથી આજે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે પહેલા ચર્ચા અને ત્યારબાદ પ્રેઝન્ટેશન. જો તેઓ ચર્ચા ન ઈચ્છતા હોય અને તમામ સાંસદોને પ્રેઝન્ટેશન આપવા માંગતા હોય તો સેન્ટ્રલ હોલમાં આપે. જો કોવિડના કારણે તમે એક જગ્યાએ ન બેસી શકતા હોવ તો 2 દિવસ કરી શકો છો અથવા તો એક દિવસમાં સવાર સાંજે પણ કરી શકો છો.
રાજ્યસભા પણ સ્થગિત કરાઈ
આ બાજુ પેગાસસ જાસૂસી મુદ્દે ચર્ચા માટે સદનની કાર્યવાહી સ્થગિત કરવાની વિપક્ષની માગણીને લઈને ભારે નારેબાજી બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. સભાપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે વિભિન્ન મુદ્દાઓ પર 15 નોટિસ અને અનેક શૂન્યકાળ માટે હતું. વિપક્ષે બંને સદનમાં જાસૂસીનો મુદ્દો સંયુક્ત રીતે ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે સોમવારે માંગણી કરી કે ગૃહમંત્રી અમિત શાહને બરખાસ્ત કરવામાં આવે અને તેઓ આ મુદ્દાને સંસદના બંને સદનમાં ઉઠાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે