I AM SORRY MUMMY... ફ્રી ફાયર ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવ્યા છે, તમે રડશો નહીં કહી બાળકનો આપઘાત

માતાએ 13 વર્ષના એકમાત્ર પુત્રને ઓનલાઈન ગેમ્સમાં પૈસા ખર્ચવા બદલ ઠપકો આપ્યો હતો. ત્યારબાદ પુત્ર ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી

Updated By: Aug 1, 2021, 09:55 PM IST
I AM SORRY MUMMY... ફ્રી ફાયર ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવ્યા છે, તમે રડશો નહીં કહી બાળકનો આપઘાત

હમિમ પઠાણ/ અમદાવાદ- એમપી/ છતરપુર: માતાએ 13 વર્ષના એકમાત્ર પુત્રને ઓનલાઈન ગેમ્સમાં પૈસા ખર્ચવા બદલ ઠપકો આપ્યો હતો. ત્યારબાદ પુત્ર ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સગીરે ફ્રી ફાયર રમતી વખતે 40 હજાર રૂપિયા ગુમાવવા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. તેમજ લખેલું છે - મને માફ કરજો મમ્મી, રડશો નહીં.

વિવેક પાંડે તેની પત્ની પ્રીતિ પાંડે, પુત્ર કૃષ્ણા અને પુત્રી સાથે છત્રરપુરના સાગર રોડ પર રહે છે. વિવેક પેથોલોજી ઓપરેટર છે, જ્યારે પ્રીતિ જિલ્લા હોસ્પિટલમાં કામ કરે છે. કૃષ્ણા 6 ઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો. પિતા શુક્રવારે બપોરે 3 વાગ્યે પેથોલોજી લેબ પર હતા. ત્રણ મહિના પહેલા આ નવા ઘરમાં આખો પરિવાર રહેવા આવ્યો હતો. કૃષ્ણા ઓનલાઈન અભ્યાસ કરતી વખતે તે આ ફ્રી ફાયર ગેમનો વ્યસની બની ગયો હતો.

આ પણ વાંચો:- Amit Shah ની યુપી મુલાકાતનો ખાસ રાજકીય સંદેશ, BJP એ તૈયાર કરી છે 'બ્લુ પ્રિન્ટ'

આ ટેવના લીધે ધીમે ધીમે કૃષ્ણાના માતા-પિતાના ખાતામાંથી ચાલીસ હજાર રૂપિયા કપાય ગયા હતા. માતાએ  આપઘાતના બે દિવસ પહેલા તેના પુત્રને કહ્યું હતું જે મોબાઈલ પર ગેમ રમે છે, તેમાંથી આ પૈસા કપાઈ રહ્યા છે. જેના પર કૃષ્ણાએ કહ્યું કે તે ફરી નહીં રમે, પરંતુ ઘટનાના દિવસે તેણે તેના પિતાનું અકાઉન્ટ જોડી ફ્રી ફાયર ગેમ રમી અને કૃષ્ણાના પિતાના અકાઉન્ટમાંથી નવસો રૂપિયા કપાઈ ગયા હતા.

પિતાએ કૃષ્ણાની માતાને કહ્યું હતું કે, કૃષ્ણાએ ફરી ગેમ રમી અને ફરી પૈસા કપાઈ ગયા. જેને લઇને માતાએ કૃષ્ણાને ફોન પર ઠપકો આપ્યો હતો. જેના કારણે હતાશ થઈ કૃષ્ણા રૂમમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ઘરમાં હાજર મોટી બહેને થોડા સમય પછી દરવાજો ખટખટાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. દીકરીએ પિતાને આ વિશે જણાવ્યું. માતાપિતા તરત જ ઘરે પહોંચ્યા. જ્યારે તેમણે દરવાજો તોડ્યો અને જોયું તો કૃષ્ણા અંદર ફાંસી પર લટકી રહ્યો હતો.

આ પણ વાંચો:- Riteish Deshmukh 8 વખત Genelia ને પગે લાગ્યો, કારણ જાણવા માટે જુઓ VIDEO

છેલ્લા કેટલાક દિવસોથી કૃષ્ણા પાંડે ઓનલાઇન ગેમ ફ્રી ફાયરનો શિકાર હતો. તે પહેલા તેને ઘણી વખત પૈસા ગુમાવ્યા હતા. કૃષ્ણાના મૃત્યુ બાદ તેની પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટ અંગ્રેજીમાં લખેલી છે. જેમાં ફ્રી ફાયર ગેમના મામલામાં આશરે 40 હજાર રૂપિયા ગુમાવ્યા હોવાનું ખુલ્યું છે. બાળકે સ્યુસાઈડ નોટમાં માતા-પિતાની માફી માંગી અને મમ્મી, તમે રડશો નહીં.

છતરપુરના 13 વર્ષના કૃષ્ણા પાંડે દ્વારા આત્મહત્યાના કેસમાં પોલીસે ફ્રી ફાયર સંચાલક સામે કેસ નોંધ્યો છે, આ કિસ્સામાં સગીરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા માટે કલમ 305 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ તમામ લોકો ગેમ રમતી વખતે પોતાની વચ્ચે વાત કરી શકે છે. જેના કારણે ફ્રી ફાયર ગેમ રમાડતા લોકોએ આ બાળક પર પૈસા નાખવા માટે દબાણ કરતા હતા.

આ પણ વાંચો:- Reliance Jio રિચાર્જ પ્લાન પર આપી રહ્યું છે BOGO Offer, જાણો શું છે સ્કીમ

જે અંગે આજે પોલીસ સ્ટેશન સિવિલ લાઇનમાં કલમ 305 હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. તો તે જ પોલીસનું કહેવું છે કે આ કેસમાં ખાતાની તપાસ કર્યા બાદ ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube