વોટ્સએપ પર પિતાને મેસેજ મળ્યો 'સર તન સે જુદા', ગણતરીની પળોમાં પુત્રનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો

નિશાંક ગૂમ થવા અંગે બે મેસેજ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. એકમાં નિશાંક રાઠોડ નામના સ્ટેટસ પર ધાર્મિક પોસ્ટ શેર થયેલી જોવા મળી રહી છે. જ્યારે બીજા મેસેજમાં તેનો ફોટા પર લખ્યું છે કે 'ગુસ્તાખ એ નબી કી એક હી સજા, સર તન સે જુદા..'

વોટ્સએપ પર પિતાને મેસેજ મળ્યો 'સર તન સે જુદા', ગણતરીની પળોમાં પુત્રનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો

Student found dead on Railway Track: મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં હચમચાવી નાખતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ભોપાલ-ઈટારસી રેલવે ટ્રેકના બરખેડા રેન્જમાં ગત રાતે એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો. વિદ્યાર્થીનો મોબાઈલ તેની પાસેથી જ મળ્યો છે. જ્યારે તેનું સ્કૂટી ઘટનાસ્થળથી થોડે દૂર મળી આવ્યું. પ્રાથમિક તપાસ બાદ પોલીસ આ મામલાને આત્મહત્યાનો કેસ માની રહી હતી પરંતુ વિદ્યાર્થીના પિતાને ઘટના અગાઉ જે મેસેજ મળ્યો તેનાથી મોતનું કોકડું ગૂચવાયું છે. 

ગુસ્તાખ એ નબી કી એક હી સજા, સર તન સે જુદા
ઘટનાની બરાબર પહેલા વિદ્યાર્થીના નામથી બનેલા ઈન્સ્ટાગ્રામ આઈડીથી તેમના પિતા અને મિત્રોના વોટ્સએપ પર એક સ્ક્રીનશોટ આવ્યો. જેમાં વિદ્યાર્થીનો ફોટો છે અને તેના પર લખ્યું છે કે 'ગુસ્તાખ એ નબી કી એક હી સજા, સર તન સે જુદા...'

એક મિત્રને આઈડી પાસવર્ડની હતી જાણકારી
મેસેજ મળતાની સાથે જ તેનો મિત્ર ટીટી નગર પોલીસ મથક પહોંચી ગયો. આ બધા વચ્ચે રાયસન પોલીસને વિદ્યાર્થીના મૃતદેહ અંગે માહિતી મળી. કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે વિદ્યાર્થીના મોત બાદ તેનો મોબાઈલ ફોન કોણ ઓપરેટ કરી રહ્યું હતું. વિદ્યાર્થી બે બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો. મૃતકના મિત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીના મોબાઈલ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક આઈડીની જાણકારી તેના એક મિત્ર  પ્રખરને હતી. પોલીસ પ્રખરની પૂછપરછ કરી રહી છે. 

પોલીસ ગણે છે આત્મહત્યાનો કેસ
પોલીસ આ ઘટનાને આત્મહત્યા માની રહી છે. રાયસેન એસપી વિકાસ શહવાલે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં મામલો આત્મહત્યાનો લાગી રહ્યો છે. વિદ્યાર્થી અંગે જાણકારી મળી છે કે તે શેરબજારમાં રોકાણ કરતો હતો. આશંકા છે કે તેને નુકસાન ગયું હશે અને તે તણાવમાં આવી ગયો હશે. જો કે પીએમ રિપોર્ટ સહિત અન્ય વિગતો સામે આવ્યા બાદ વિદ્યાર્થીના મોતનું કારણ સામે આવી શકે છે. પોલીસ દરેક પહેલું પર તપાસ કરી રહી છે. 

ભોપાલમાં કરતો હતો અભ્યાસ
પોલીસના જણાવ્યાં મુજબ મૂળ નર્મદાપુરમ જિલ્લાના સિવની માલવાના રહીશ ઉમાશંકર રાઠોડનો પુત્ર નિશાંક રાઠોડ (20) ભોપાલની ઓરિએન્ટલ કોલેજમાં B. Tech 5th સેમિસ્ટરનો વિદ્યાર્થી હતો. તે બે વર્ષ સુધી ઈન્દ્રપુરીમાં હોસ્ટલમાં રહ્યો. હાલમાં જ હોસ્ટલ છોડીને જવાહર ચોક શાસ્ત્રીનગરમાં મિત્રો સાથે રૂમ શેર કરીને રહેતો હતો. નિશાંકે તેની ફેસબુક પ્રોફાઈલમાં પોતાને નોઈડામાં સોફ્ટવેર ડેવલપર ગણાવ્યો છે. 

નિશાંક રવિવારે બપોરે ત્રણ વાગે ભોપાલના સાકેતનગર પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવેલી મોટી બહેનને મળીને નિકળ્યો હતો. આ વાત તેણે તેના પિતરાઈ શશાંકને જણાવી હતી. રાતે 8 વાગે તેના પિતા અને મિત્રો પાસે તેના મોબાઈલથી તેનો ફોટો લાગેલો મેસેજ આવ્યો. મેસેજ વાંચીને ગભરાયેલા પિતાએ પુત્રના મિત્રોને ફોન કર્યો. મિત્ર રાજ, પિતરાઈ ભાઈ શશાંકે ટીટી નગર પોલીસ મથક પહોંચીને તેના ગૂમ થયાની ફરિયાદ નોંધાવી. ત્યાં સુધીમાં રાયસેન પોલીસ તેનો મૃતદેહ બરખેડા વિસ્તારના રેલવે ટ્રેકથી મેળવી ચૂકી હતી. 

સીસીટીવી ફૂટેજમાં એકલો જતો જોવા મળ્યો નિશાંક
પોલીસ હવે આ કેસમાં દરેક પહેલુંથી તપાસ કરી રહી છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ફંફોળી રહી છે. પોલીસે ભોપાલથી રાયસેન વચ્ચેના સીસીટીવી ફૂટેજ ફંફોળ્યા. જેમાં નિશાંક એકલો સ્કૂટીથી જતો જોવા મળે છે.  પોલીસે મંડીદીપ સુધીના ફૂટેજ ચેક કર્યા જેમાં તે એકલો જ જોવા મળ્યો. ટીટીનગર ટીઆઈ ચેન સિંહ રઘુવંશીએ જણાવ્યું કે રસ્તામાં તેણે 450 રૂપિયાનું પેટ્રોલ પૂરાવ્યું હતું. ત્યારે પણ તે એકલો જ હતો. 

મૃતદેહ મળ્યા બાદ પણ ચાલુ હતો ફોન
નિશાંકના પિતરાઈ શશાંકે જણાવ્યું કે તેણે તેના મિત્ર રાજ સાથે રવિવારે બપોરે 12 વાગે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ તેણે તેના પપ્પા સાથે વાત કરી હતી. શશાંકનું કહેવું છે કે મોડી રાતે જ્યારે અમે ફોન કર્યો તો રિસીવ ન થયો અને મોડી રાત સુધી તેણે ફોન ન ઉઠાવ્યો. જ્યારે ખબર પડી કે તેનો મૃતદેહ રાયસેનમાંથી મળ્યો છે, ત્યારે પણ તેનો ફોન ચાલુ હતો. 

બે મેસેજ થયા વાયરલ
નિશાંક ગૂમ થવા અંગે બે મેસેજ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. એકમાં નિશાંક રાઠોડ નામના સ્ટેટસ પર ધાર્મિક પોસ્ટ શેર થયેલી જોવા મળી રહી છે. જ્યારે બીજા મેસેજમાં તેનો ફોટા પર લખ્યું છે કે 'ગુસ્તાખ એ નબી કી એક હી સજા, સર તન સે જુદા..'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news