MPમાં સીમેન્ટ ભરેલી ટ્રક બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકો પર પલ્ટી જતા 8નાં મોત

મધ્યપ્રદેશનાં જબલપુરમાં રવિવારે બપોરે સીમેન્ટની બોરિયો ભરેલી ટ્રક પલટી જતા રસ્તા કિનારે ઉભેલા 8 લોકોનાં મોત, 3 ગંભીર

MPમાં સીમેન્ટ ભરેલી ટ્રક બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકો પર પલ્ટી જતા 8નાં મોત

જબલપુર : મધ્યપ્રદેશનાં જબલપુરમાં રવિવારે બપોરે સીમેન્ટની બોરિયોથી ભરેલ ટ્રક ઉંધી વળી જવાનાં કારણે રસ્તા કિનારે ઉભેલા આઠ લોકોનાં મોત નિપજ્યા છે. દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જબલપુર તરફથી આવેલ એક અનિયંત્રીત ખટારો રસ્તા કિનારે બસ સ્ટેન્ડ પર ઉભા રહેલા લોકો પર પલટી ગયો હતો. પોલીસ દ્વારા રાહત અને બચાવ કાર્ય હાલ પણ ચાલી રહ્યું છે. જો કે પોલીસે હાલ મૃત લોકોની સંખ્યાની પૃષ્ટી નથી કરી.

મળતી માહિતી અનુસાર બેલખેડા અંતર્ગત મનખેડી તિરાહે પર ઘણા લોકો માર્ગ કિનારા પર બનેલ બસ સ્ટેન્ડ પર ઉભા હતા. અચાનક ઝડપથી આવી રહેલ સીમેન્ટથી ભરેલ ટ્રક અનિયંત્રિત થઇ ગયા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બસ સ્ટેન્ડ નજીક ઝડપી ગતિથી આવી રહેલ ટ્રકનું ટાયર ફાટી ગયું હતું. આ દુર્ઘટનામાં ટ્રકની ઝપટે આઠ લોકોનાં મોત નિપજ્યાં અને ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતા. જબલપુર જિલ્લા તંત્રણે દુર્ઘટનામાં મૃતકનાં પરિવારજનોએ 4-4 લાખ રૂપિયાથી આર્થિક સહાયની જાહેરાત કરી છે. 

નજરે જોનારા લોકોનાં અનુસાર ખટારામાંથી સીમેન્ટની અસંખ્ય બોરીઓ ઉભેલા લોકો પર ઠલવાઇ ગઇ હતી. જેનાં કારણે દબાઇ જવાથી લોકોનાં મોત નિપજ્યા હતા. મૃતકો એક જ પરિવારનાં હતા. તમામ લોકો બેલખેડાનાં રહેવાસી હતા. મૃતકોમાં 3 મહિલા, 2 પુરૂષ, 2 બાળકીઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે ઘાયલોમાં એક મહિલા, એક બાળકી અને એક બાળકનો સમાવેશ થાય છે. ઘાયલોની હાલત હજી પણ નાજુક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news