NCP Vs NCP અને Shivsena Vs Shivsena, જાણો કઈ રીતે લોકસભા ચૂંટણીમાં તગડો ફાયદો કરાવશે BJP ને?

થોડા કલાકો પહેલા જ ચૂંટણી  પંચે જાહેરાત કરી કે અજિત પવાર જૂથ જ અસલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે. તે પાર્ટી સંસ્થાપક શરદ પવાર માટે મોટો ઝટકો છે. ભત્રીજો તો અલગ થઈ ગયો, પાર્ટી પણ હાથમાંથી ગઈ. રાજ્યમાં ભાજપ-શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (જિત જૂથ)ની ગઠબંધન સરકાર ચાલુ છે. આવામાં એ સમજવું રસપ્રદ છે કે બદલાતા માહોલમાં ભાજપને કેવી રીતે ફાયદો થશે. 

NCP Vs NCP અને Shivsena Vs Shivsena, જાણો કઈ રીતે લોકસભા ચૂંટણીમાં તગડો ફાયદો કરાવશે BJP ને?

Lok Sabha Election Maharashtra: 2024 ની લોકસભા ચૂંટણી પહેલા 48 સીટોવાળા મહારાષ્ટ્રમાં સીન એકદમ રસપ્રદ બની ગયો છે. પહેલા શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ અને હવે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ફૂટ પર ઔપચારિક મહોર લાગી ગઈ છે. વાસ્તવમાં આ ફક્ત બે ફાડચાવાળો કેસ નથી, પરંતુ બંને પાર્ટીઓનું નેતૃત્વ બદલાઈ ગયું છે અને જે લોકો પહેલા પાર્ટીના સર્વેસર્વા હતા તેઓ હવે જાણે બહારના થઈ ગયા છે. થોડા કલાકો પહેલા જ ચૂંટણી  પંચે જાહેરાત કરી કે અજિત પવાર જૂથ જ અસલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે. તે પાર્ટી સંસ્થાપક શરદ પવાર માટે મોટો ઝટકો છે. ભત્રીજો તો અલગ થઈ ગયો, પાર્ટી પણ હાથમાંથી ગઈ. રાજ્યમાં ભાજપ-શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (જિત જૂથ)ની ગઠબંધન સરકાર ચાલુ છે. આવામાં એ સમજવું રસપ્રદ છે કે બદલાતા માહોલમાં ભાજપને કેવી રીતે ફાયદો થશે. 

મહારાષ્ટ્ર પર ભાજપનો ભાર કેમ?
ભાજપને મહારાષ્ટ્રનું મહત્વ ખબર છે. અબ કી બાર 400 પારના લક્ષ્યને ભેદવા માટે યુપી, મહારાષ્ટ્ર, અને બિહાર જેવા રાજ્યોમાંથી વધુમાં વધુ બેઠકો લેવી પડશે. બિહારનો ઘટનાક્રમ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. હાલ મહારાષ્ટ્રની વાત કરીએ. 2019ની ચૂંટણીમાં ભાજપે 48માંથી 23 બેઠકો જીતી હતી. ગત વખતે શિવસેના તેમની સાથે હતી, તેને 18 બેઠકો મળી હતી. ભાજપે આ વખતે સમીકરણ સેટ કરેલુ છે. શિવસેનાને તોડીને સાથે લાવવામાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકા મોટી ગણવામાં આવી હતી. બાદમાં તેઓ ડેપ્યુટી સીએમ બનવા માટે પણ તૈયાર થઈ ગયા. તેનું કારણ લોકસભા ચૂંટણી હતી. 

હવે એકનાથ શિંદેનું જૂથ અસલ શિવસેના અને અજીત પવારનું જૂથ અસલ એનસીપી બની ગયું છે. 2019ની વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને મહાવિકાસ આઘાડી એટલે કે MVA બનાવી હતી. હાલની પરિસ્થિતિ જોતા તે હવે ખુબ નબળું ગણાઈ રહ્યું છે. 

પહેલા એનસીપીની વાત કરીએ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેલા શરદ પવારે  કોંગ્રેસથી અલગ થઈને એનસીપી બનાવી હતી. તે વર્ષ હતું 1999, ત્યારબાદ શરદ ગોવિંદરાવ પવારે ઘણા ઉતારચડાવ જોયા. પરંતુ આ વખતે તો ભત્રીજો ચૂંટણી ચિન્હ ઘડિયાળ સહિત આખી પાર્ટી લઈ ગયો. ચૂંટણી પંચે આજ સાંજ સુધીમાં ત્રણ નામ અને ત્રણ ચૂંટણી ચિન્હ આપવાનો વિકલ્પ આપ્યો છે. સ્પષ્ટ છે કે 83 વર્ષના આ દિગ્ગજ નેતાએ હવે આ મોડ પર એક નવા નામ અને નવા સિમ્બોલ સાથે આવવું પડશે. તેની તેમના રાજકારણ પર અસર પડશે અને સાથે સાથે સ્ટેટ પોલિટિક્સ પણ બદલાશે. 

પહેલા સેના અને પછી એનસીપી
થોડા મહિના પહેલા જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા, મહાવિકાસ આઘાડીની પોઝિશન ખુબ મજબૂત ગણાઈ રહી હતી. પહેલા એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના તૂટી અને પછી ભાજપ સાથે સત્તામાં આવી. જો કે સર્વે એ જણાવી રહ્યો હતો કે લોકપ્રિયતામાં MVA ગઠબંધન શિંદે સેના અને ભાજપથી આગળ ચાલી રહ્યું હતું. ત્યારબાદ એનસીપીમાં ફૂટની પટકથા લખાઈ. 

અજીત પવારે બળવો કર્યો અને એનસીપી તેની થઈ ગઈ. આ સ્થિતિમાં ઉંમરલાયક પવાર નવા સ્તરે નવી પાર્ટી કેવી રીતે આગળ લઈ જશે તે અનિશ્ચિત છે. હા..એ પાક્કુ છે કે અજિત પવારના આવવાથી અને પાર્ટી  તેમની હોવાથી આજનો નવો વોટર ખાસ કરીને યુવા વોટર તેમની સાથે જઈ શકે છે. 

એકલા પડી ગયા કાકા
આમ તો શરદ પવાર હજુ પણ એક્ટિવ છે. પરંતુ રાજ્યમાં ફરી ફરીને પ્રચાર કરવાની પોતાની મર્યાદા છે. પ્રફુલ્લ પટેલ અને છગન ભૂજબળ જેવા મોટા નેતાઓ ભત્રીજા સાથે જવાથી કાકા પાસે હવે મોટા નેતાઓની કમી છે. આવામાં એનસીપીનો વિશાળ વોટબેંક તૂટી શકે છે અને તેનાથી ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનને ફાયદો થવા જઈ રહ્યો છે. આમ તો કાકાએ કહ્યું છે કે તેઓ પાર્ટીમાં નવા ચહેરા લાવશે પરંતુ હાલ રાજકારણમાં ભત્રીજો કાકા પર ભારે પડતો જોવા મળી રહ્યો છે. 

શિવસેના અને એનસીપીમાં ફૂટથી સૌથી મોટો ફાયદો ભાજપને થયો છે. જેના પગલે રાજ્યમાં સત્તા તો મેળવી સાથે સાથે આખા વિપક્ષને નબળો પાડી દીધો. ભાજપના પોતાના નેતા પણ સારી પકડવાળા છે. તેની અસર આવનારી ચૂંટણીઓમાં જરૂર જોવા મળશે. 

ભત્રીજાથી ભાજપને ફાયદો
મહારાષ્ટ્રમાં એનસીપીના સાથથી ભાજપને ફાયદો થશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો સતારા એનસીપીનો ગઢ છે. અહીં ક્યારેય કમળ ખીલ્યું નથી. હવે એનસીપીની સાથે આવ્યા બાદ પીએમ મોદી આ વર્ષે મહારાષ્ટ્રમાં ત્રીજીવાર પ્રવાસ કરશે. હાલ અહીં શરદ પવારના ખાસ શ્રીનિવાસ પાટીલ સાંસદ છે. 19 ફેબ્રુઆરીએ પીએમ છત્રપતિ શિવાજી જયંતી પર અહીં આવશે. તેમની સાથે મંચ પર શિવાજીના વંશજ બેસશે. ચર્ચા એવી પણ છે કે શિવાજીના વંશજ અને રાજ્યસભા સાંસદ ઉદયન રાજ ભોસલેને ભાજપ અહીંથી ઉતારી શકે છે. 

જૂન 2022થી શિંદે સરકાર છે અને ભાજપ ઓછામાં ઓછી 45 બેઠકો મેળવવાના લક્ષ્ય સાથે ચાલી રહ્યું છે. એનસીપી, અને  ભાજપના અલાયન્સથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ફાયદો થશે જ્યાં એનસીપીનો દબદબો છે. અત્યાર સુધી અહીં ભાજપ વિરુદ્ધ એનસીપી જોવા મળતું હતું પરંતુ હવે સમીકરણ બદલાઈ જશે. પુણેમાં પણ અસર જોવા મળી શકે છે. 

શરદ પવારના પ્રભાવવાળી બારામતી (સુપ્રીયા સુલે), રાયગઢ અને શિરુર સીટો ઉપર પણ અજીતના આવવાથી ભાજપને ફાયદો થશે. ગત વખતે શિરૂર, સતારા, રાયગઢ, બારામતીમાં એનસીપી જીતી હતી. ભત્રીજા અજીત પવાર અહીંથી ભાજપને ફાયદો પહોંચાડી શકે છે. 

શિવસેનામાં ફૂટથી ભાજપને શું મળશે
2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાને 18 બેઠકો મળી હતી અને 23 ટકા મત મળ્યા હતા. જ્યારે ભાજપને 28 ટકા વોટશેર સાથે 23 બેઠકો મળી હતી. ચાર સીટો એનસીપીને મળી હતી. જો ભાજપની રણનીતિની સફળ રહી તો શિવસેના અને એનસીપીના સાથે આવવાથી તેમનો 45 સીટો મેળવવાનો લક્ષ્યાંક સરળતાથી પૂરો થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news