સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મેઘરાજાનું આગમન, રાજકોટમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ
રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજકોટ શહેરમાં રાત્રે 8થી 10 એટલે કે માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર અને ગોંડલ પંથકમાં પણ આજે સારો વરસાદ થયો છે.
Trending Photos
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજકોટ શહેરમાં રાત્રે 8થી 10 એટલે કે માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર અને ગોંડલ પંથકમાં પણ આજે સારો વરસાદ થયો છે. દિવસ દરમિયાન પડેલા વરસાદની વાત કરીએ તો રાજકોટના ધોરાજીમાં બે ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. રાજકોટના જેતપુરમાં 46 મીમી, ગોંડલમાં 41 મીમી વરસાદ થયો છે. રાજકોટના લોધિકામાં પણ બે કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં દિવસ દરમિયાન પડેલા વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ તાપીના ડોલવાનમાં થયો છે. જ્યાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. તો અમરેલીના જાફરાબાદમાં પણ ત્રણ ઈંચ કરતા વધુ અને સાવરકુંડલા તથા નવસારીના વાસંદામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
રાત્રે કલાક સુધી રાજ્યના 64તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અનેક તાલુકામાં સારો વરસાદ પડ્યો છે. રાત્રે 10 કલાક કલાક સુધીમાં રાજ્યના કુલ 65 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તો આજે કુલ રાજ્યના 149 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
અગામી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને અગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. પરંતુ સાથે એમ પણ કહ્યું છે કે, રાજ્યમાં આઠ ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું થશે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. ગઇ કાલે વરસેલા વરસાદે રાજ્યનાં વરસાદની બે ટકા ઘટ પૂરી છે, જેથી રાજ્યનો અત્યાર સુધી કુલ વરસાદ 45 ટકા નોંધાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં 9 એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે