કોરોનાના સંક્રમણને કારણે સુરતમાં હજુ એક સપ્તાહ બસ સેવા બંધ રહેશે
સુરતમાં કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે. આ વચ્ચે સુરત અવર-જવર કરતી બસો હજુ એક સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Trending Photos
સુરતઃ સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે જિલ્લામાં વધુ 237 કેસ સામે આવ્યા છે. તો 6 લોકોના મૃત્યુ પણ થયા છે. સુરતમાં કુલ કેસોની સંખ્યા વધીને 14 હજાર 308 થઈ ગઈ છે. સુરતમાં કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે. આ વચ્ચે સુરત અવર-જવર કરતી બસો હજુ એક સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હજુ એક સપ્તાહ માટે બંધ રહેશે બસ સેવા
સુરતમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસથી એસટી બસોની અવર-જવર બંધ કરવામાં આવી છે. પરંતુ સુરતમાં સતત વધી રહેલા કેસોને જોતા હજુ એક સપ્તાહ બસો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસને કારણે વિનસ હોસ્પિટલના ડોક્ટર હિતેશ લાઠીયાનું નિધન
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1078 કેસ નોંધાયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 66777 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 23 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2557 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1046 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી 49405 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે