દેશમાં ડોક્ટર્સ પાસે PPE સુટ નથી આ નેતા નમાઝ પઢવા માંગી રહ્યા છે કીટ
Trending Photos
મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 33053 થઇ ચુકી છે. ગત્ત 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં 2347 નવા કેસ સામે આવ્યા છે અને 63 લોકોનાં મોત થઇ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે થનારા મોતનો આંકડો હવે 1198એ પહોંચી ચુક્યો છે. જો કે 600 દર્દીઓ સારા થયા બાદ ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 7688દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
ભાજપનાં નેતા હાજી અરફાત શેખે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગણી કરી કે રમઝાનનો મહિનો ખતમ થઇ રહ્યો છે તમામ મુસ્લિમ ભાઇ ઇદની નમાજ પઢવા માંગે છે અને એવામાં પીપીઇ કીટ પહેરીને તેમને નમાજ પઢવાની પરવાનગી આપવામાં આવે. કોરોનાના ખતરાથી બચવા માટે પીપીઇ કીટનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે તો તે સુરક્ષીત છે. એવામાં આ જોતા 2 કલાક માટે છુટ આપવામાં આવે તે જરૂરી છે.
મુંબઇમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 21150 થઇ ગઇ છે. ગત્ત 24 કલાક દરમિયાન મુંબઇમાં કોરોનાને કારણે 38 લોકોનાં મોત થયા છે. મુંબઇમાં કોરોથી અત્યાર સુધી થયેલા મોતોનો આંકડો 734 સુધી પહોંચી ચુક્યો છે.
મુંબઇના સૌથી મોટા હોટસ્પોટ ધારાવીમાં કોરોનાનાં 44 નવા કેસ સામે આવ્યા છે. ધારાવીમાં હવે કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 1242 થઇ ચુકી છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં સૌથી વધારે 56 લોકોનાં મોત થઇ ચુક્યા છે. નવી મુંબઇ વિસ્તારમાં કુલ 62 નવા કેસ સામે આવ્યા. નવી મુંબઇમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1190 થઇ ગઇ છે. કોરોનાને કારણે રવિવારે સાંજે 5 લોકોનાં મોત થયા. અત્યાર સુધી કુલ 31 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે