J&K: પિતા વહેંચી રહ્યા હતા લગ્નની કંકોત્રી અને અચાનક પુત્ર શહીદ થયાના સમાચાર આવ્યા

LoC પર રાજોરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં IED બ્લાસ્ટમાં મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ શહીદ થઇ ગયા હતા

J&K: પિતા વહેંચી રહ્યા હતા લગ્નની કંકોત્રી અને અચાનક પુત્ર શહીદ થયાના સમાચાર આવ્યા

નવી દિલ્હી : પાકિસ્તાનની વધારે એક નાપાક હરકતનાં કારણે દેશનો વધારે એક પુત્ર શહીદ થયો છે. શનિવારે LOC પર રાજોરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં IEDને ડિફ્યુઝ કરતા સમયે વિસ્ફોટ થઇ ગયો હતો. આ વિસ્ફોટમાં સેનાના મેજર ચિત્રેશ સિંહ બિશ્ટ શહીદ થઇ ગયા હતા. 31 વર્ષના ચિત્રેશની આવતા વર્ષે માર્ચમાં લગ્ન થવાના હતા. તેઓ દહેરાદુનનાં રહેવાસી હતા અને તેમના પિતા ઉતરાખંડ પોલીસમાં ઇન્સપેક્ટર હતા. 

મેજર ચિત્રેશ ઉપરાંત એક અન્ય જવાન પણ શહીદ થયા હતા. તેને એરલિફ્ટ કરીને સારવાર માટે ઉધમપુર મુખ્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સેનાના સુત્રો અનુસાર નૌશેરા સેક્ટરનાં લામ ઝાંગડ વિસ્તારમાં સરૈયા વિસ્તારમાં લગાવાયેલ IEDની માહિતી મળી હતી. ત્યાર બાદ તેને ડિફ્યુઝ કરવામાં આવી રહી હતી. ત્રણ આઇઇડીને સફળતાપુર્વક ડિફ્યુઝ કરી લેવામાં આવી હતી, જો કે ચોથી આઇઇડીને ડિફ્યુઝ કરતા સમયે બ્લાસ્ટ થઇ ગયો હતો. 

આ દરમિયાન એન્જિનિયર્સ વિભાગનાં મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થઇ ગયા હતા. તેઓ 21 જીઆરમાં ફરજંદ હતા. તે અગાઉ 15 ઓગષ્ટે ચિત્રેશે 15-18 આઇઇડીને ડિફ્યુઝ કરી હતી. જે તેમની કંપનીનાં બેઝ કેમ્પમાં લગાવાઇ હતી. ચિત્રેશ ભારતીય સેન્ય એકેડેમીમાં દેહરાદુનથી 2010માં પાસ આઉટ થયા હતા. ચિત્રેશનાં પિતા એસએસ બિષ્ટ ઉતરાખંડ રાનીખેતનાં પીપલી ગામના રહેવાસી છે. 

ચિત્રેશનાં સાત માર્ચે લગ્ન થવાના હતા. તેના માટે લગ્નના કાર્ડ છપાઇ અને વહેંચાઇ પણ ચુક્યા હતા. શનિવારે જ્યારે ચિત્રેશનાં પિતા લગ્નના કાર્ડ વહેંચીને પરત ફરી રહ્યા હતા, ત્યારે જ તેમને પુત્રની શહાદતના સમાચાર મળ્યા હતા. શહીદ ચિત્રેશનો પાર્થિવ દેહ રવિવારે દેહરાદુન પહોંચશે. હાલ ઘરમાં શોકની લાગણી છવાઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news