ટીએમસીમાં આ શું ઉથલપાથલ ચાલી રહી છે? CM મમતા બેનર્જીએ લીધુ આ મહત્વનું પગલું

પાર્ટીના નેતા પાર્થ ચેટર્જીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ શનિવારે કોલકાતામાં કાલીઘાટીના પોતાના ઘરે સીનિયર નેતાઓ સાથે બેઠક યોજી.

ટીએમસીમાં આ શું ઉથલપાથલ ચાલી રહી છે? CM મમતા બેનર્જીએ લીધુ આ મહત્વનું પગલું

કોલકાતા: ભત્રીજા અભિષેક બેનર્જીની ટીમ અને પાર્ટીના જૂના નેતાઓ વચ્ચે વધતી તિરાડના સંકટ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ પાર્ટીની 20 સભ્યોની નવી નેશનલ વર્કિંગ કમિટીની જાહેરાત કરી દીધી. કમિટીમાં અનેક નેતાઓને બહારનો રસ્તો દેખાડીને નવા લોકોને તક અપાઈ છે. 

બનાવી નવી વર્કિંગ કમિટી
પાર્ટીના નેતા પાર્થ ચેટર્જીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ શનિવારે કોલકાતામાં કાલીઘાટીના પોતાના ઘરે સીનિયર નેતાઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પણ હાજર હતા. આ બેઠકમાં પાર્ટી ચલાવવા માટે 20 સભ્યોની નવી વર્કિંગ કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો. 

અનેક નેતાઓને ન મળી જગ્યા
ચેટર્જીએ જણાવ્યું કે આ કમિટીમાં ચેર પર્સન સીએમ મમતા બેનર્જી હશે. જ્યારે અભિષેક બેનર્જી, અમિત મિત્રા, પાર્થ ચેટર્જી, યશવંત સિન્હા, ફિરહાદ હાકિમ, શોભાદેવ ચટ્ટોપાધ્યાય, સુબ્રત બક્ષી સુદીપ બંદોપાધ્યાય, ચંદ્રીમા ભટ્ટાચાર્ય, અસીમા પાત્રા, સુબીર બેનર્જી, અનુબ્રત મોંડલ, ગૌતમ દેબ અને સુખેન્દુ શેયર રોયને તેમા સભ્ય બનાવવામાં આવ્યા છે. આ પર્ટીના સાંસદ ડેરેક ઓ બ્રાયન, સૌગત રોય અને વિધાયક દુલાલ મુર્મુને નવી વર્કિંગ કમિટીમાંતી બહાર કરી દેવાયા છે. 

આગામી સ્થાનિક ચૂંટણીઓ પર થઈ ચર્ચા
પાર્ટીમાં એક વ્યક્તિ એક પદને લઈને ઉઠેલા વિવાદ અંગે પૂછતા પાર્થ ચેટર્જીએ કહ્યું કે આ બેઠક નવી નેશનલ વર્કિંગ કમિટી બનાવવા અંગે હતી. આ બેઠકમાં વન પર્સન વન પોસ્ટ અંગે કોઈ ચર્ચા થઈ નથી. તેમણે જણાવ્યું કે સીએમ મમતા બેનર્જી જલદી વર્કિંગ કમિટીના સભ્યોને પદોની ફાળવણી કરશે. 

બે જૂથમાં વહેંચાઈ રહી છે ટીએમસી?
સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટીની આ મહત્વની બેઠકમાં રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી, મહાસચિવ પાર્થ ચેટર્જી, પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સુબ્રત બક્ષી અને મંત્રીઓ ફિરહાદ હકીમ, અરુપ વિશ્વાસ અને ચંદ્રીમા ભટ્ટાચાર્ય જ બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં 28 ફેબ્રુઆરીએ થનારી સ્થાનિક ચૂંટણી માટે પણ રણનીતિ તૈયાર થઈ. 

શું છે પાર્ટીનું સંકટ?
સૂત્રોના જણાવ્યાં મુજબ તૃણમૂલ કોંગ્રેસ હાલ બે જૂથમાં વહેંચાતી જોવા મળી રહી છે. જેમાં એક જૂથ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનું છે. જ્યારે બીજુ જૂથ સીએમ મમતા બેનર્જીના જૂના વફાદાર નેતાઓનું છે. અભિષેક બેનર્જીના નીકટના નેતાઓ છેલ્લા કેટલાક દિવસથી પાર્ટીમાં એક વ્યક્તિ એક પદની ખુલ્લી વકાલત કરી રહ્યા છે. આ માગણીને કારણે અનેક પદો પર બેઠેલા પાર્ટીના જૂના નેતાઓ અસહજ મહેસૂસ કરી રહ્યા છે અને તેઓ તેને પાર્ટીના અનુશાસન વિરુદ્ધ ગણાવીને કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. પાર્ટીમાં ચાલી રહેલી આ ઉથલપાથલ પર સીએમ મમતા બેનર્જી ચૂપ્પી સાધી બેઠા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news