Bengal Election: મમતાનો મોટો આરોપ- ઓવૈસી અને અબ્બાસ સિદ્દીકીને ભાજપે આપ્યા છે પૈસા
પશ્ચિમ બંગાળના રાયદિધીમાં શનિવારે મમતા બેનર્જીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે લોકોને અપીલ કરી કે તે અસદુદ્દીન ઓવૈસી અને અબ્બાસ સિદ્દીકીને મત ન આપે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ (West bengal Election 2021) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ એઆીએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને આઈએસફના અધ્યક્ષ અબ્બાસ સિદ્દિકી પર મોટો હુમલો કર્યો છે. રાયદિધીમાં એક સભાને સંબોધિત કરતા સીએમ મમતાએ આરોપ લગાવ્યો કે ઓવૈસી અને અબ્બાસ સિદ્દીકીને ભાજપ તરફથી હિન્દુ અને મુસ્લિમ વોટના વિભાજનના પૈસા મળ્યા છે.
મમતા બેનર્જીએ જનસભામાં હાજર લોકોને કહ્યું કે જો તમે એનઆરસી અને વિભાજન નથી ઈચ્છતા કે તો તેને (ઓવૈસી અને અબ્બાસ) મત ન આપો. તેને મત આપવાનો મતલબ છે કે ભાજપને મત આપવો પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારી સંસ્કૃતિ છે કે હિન્દુ અને મુસ્લિમ એક સાથે ચા પીવે છે. એક સાથે દુર્ગા પૂજા અને કાલી પૂજા મનાવે છે. અમારા ગામમાં અશાંતિ થવા પર ભાજપને ફાયદો થશે.
Hyderabad (Asaduddin Owaisi) & Furfura Sharif (Abbas Siddiqui) have been given money by BJP to divide Hindus & Muslims. If you don't want NRC & divisions, don't vote for them. Voting for them would mean you voting for BJP: West Bengal CM Mamata Banerjee in Raidighi earlier today pic.twitter.com/eaaLwa4LCY
— ANI (@ANI) April 3, 2021
ટીએમસી અધ્યક્ષે મુસલમાનોને અપીલ કરી કે જે વ્યક્તિ હૈદરાબાદથી આવ્યો છે અને ફુરફુરા શરીફના એક જવાન યુવકને મત ન આપો. રાયદિધીમાં મુસ્લિમ સમુદાયના મતદાતાઓની મોટી વસ્તી છે અહીં છ એપ્રિલે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે.
ભાજપના સીનિયર નેતા પ્રમાણે રાયદિધીમાં મુસલમાનોની વસ્તી આશરે 30 ટકા છે અને પાર્ટીને પ્રથમવાર આ સીટ જીતવાની સંભાવના છે, જે ક્યારેય તેણે જીતી નથી. ભાજપના નેતા પ્રમાણે મુસલમાનોએ પાછલી ચૂંટણીમાં ટીએમસીને મત આપ્યા હતા પરંતુ હવે તે લેફ્ટના ઉમેદવાર માટે મતદાન કરશે. આ વિભાજનથી ટીએમસી ઉમેદવારના મતમાં ગાબડા પાડી શકે છે.
ટીએમસી સતત ભાજપ પર હિન્દુ-મુસ્લિમ મત વિભાજનનો આરોપ લગાવી રહી છે. મમતાનું કહેવું છે કે અમે બધા ધર્મો માટે છીએ ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે