2 પત્નીઓ સાથે Sex Show લાઇવ કરતો હતો યુવક, લાખો કમાણો, પછી ખુલી ગઇ પોલ

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના વિદિશા (Vidisha)માં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક એપ  (App) પર પોતાની બે કથિત પત્નીઓ સાથે 'ઓનલાઇન સેક્સ શો' (Online Sex Show) નું લાઇવ-સ્ટ્રીમિંગ (Live streaming) કરતો હતો.

Updated By: Oct 26, 2020, 01:19 PM IST
2 પત્નીઓ સાથે Sex Show લાઇવ કરતો હતો યુવક, લાખો કમાણો, પછી ખુલી ગઇ પોલ

વિદિશા: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના વિદિશા (Vidisha)માં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક એપ  (App) પર પોતાની બે કથિત પત્નીઓ સાથે 'ઓનલાઇન સેક્સ શો' (Online Sex Show) નું લાઇવ-સ્ટ્રીમિંગ (Live streaming) કરતો હતો. આરોપ હતો કે યુવક લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા જોનારાઓ પાસેથી રૂપિયા લેતો હતો. શરૂઆતી તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે સેક્સ લાઇવ શો દ્વારા યુવક અત્યાર સુધી લાખો રૂપિયાની કમાણી કરી ચૂક્યો છે. બીજી પત્નીની ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરવામાં આવી છે. 

સોનું અને કેશ મળી
ધરપકડ કરવામાં આવેલા યુવકની ઉંમર 24 વર્ષ છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે તેને 10મા સુધી અભ્યાસ કર્યો છે. પોલીસે તેના ઘરમાંથી 15.5 લાખ રૂપિયાનું સોનું અને 45,500 રૂપિયાની કેશ જપ્ત કરી છે. પોલીસનું કહેવું છે કે 'તે પહેલાંથી જ પરણિત હતો અને તેને બીજી યુવતિ સાથે પણ લગ્ન કર્યા હતા. તેની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે.  

આ રીતે થયો ખુલાસો 
યુવતિએ પોલીસને જણાવ્યું કે યુવકે પોતાને માધવ મહારાજ બતાવીને તેને ફસાવી હતી. યુવતિને ખબર ન હતી કે તે પહેલાંથી જ પરણિત છે. છેતરીને તેની સાથે બીજા લગ્ન કર્યા. તે પહેલી પત્ની સાથે પહેલાંથી જ સેક્સ વીડિયો બનાવતો હતો. હવે બીજી પત્ની સાથે પણ યુવકે સેક્સ વીડિયો ઓનલાઇન વેચવાનું શરૂ કરી દીધું. બીજી પત્નીને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે પોલીસમાં ફરિયાદ કરી. 

વિદિશાની સિવિલ લાઇન પોલીસના જણાવ્યા અનુસાર યુવતિએ કહ્યું હતું કે આરોપીએ તેને ફોસલાવીને ફસાવી લીધી હતી અને તેનું શારિરીક શોષણ કરવા લાગ્યો હતો. આરોપી અશ્લીલ વિડિયો બનાવીને ઓનલાઇન વેચતો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube