મહારાષ્ટ્ર: શિંદે સરકારે મરાઠા અનામતનું કોકડું ઉકેલ્યું, મનોજ જરાંગેએ કહ્યું- અમારું આંદોલન હવે પૂરું

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે થઈ રહેલા આંદોલનનો આખરે અંત આવ્યો છે. શિંદે સરકારે કાર્યકર મનોજ જરાંગેની માંગણીઓ સ્વીકારી લીધી છે. આ વાત ખુદ જરાંગેએ કહી છે. 

મહારાષ્ટ્ર: શિંદે સરકારે મરાઠા અનામતનું કોકડું ઉકેલ્યું, મનોજ જરાંગેએ કહ્યું- અમારું આંદોલન હવે પૂરું

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે થઈ રહેલા આંદોલનનો આખરે અંત આવ્યો છે. શિંદે સરકારે કાર્યકર મનોજ જરાંગેની માંગણીઓ સ્વીકારી લીધી છે. આ વાત ખુદ જરાંગેએ કહી છે. મનોજ જરાંગેએ કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે પૂરો થયો. અમારી ભલામણ સ્વીકારી લેવાઈ છે. અમે સરકારના પત્રનો સ્વીકાર કરીશું. હું શનિવારે એટલે કે આજે મુખ્યમંત્રીના હાથે જ્યૂસ પી લઈશ. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે રાતે મરાઠા અનામતને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર મનોજ જરાંગે પાસે તેમની વિવિધ માંગણીઓ સંદર્ભે એક ડ્રાફ્ટ તૈયાર કરીને મોકલ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદનમાં કહેવાયું હતું કે શિંદેએ માંગણીઓ પર ચર્ચા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી અને બાદમાં કાર્યકરોને મળવા માટે એક પ્રતિનિધિમંડળ ડ્રાફ્ટ અધ્યાદેશ સાથે મોકલ્યું. જરાંગે હજારો સમર્થકો સાથે નવી મુંબઈમાં ડેરો જમાવીને બેઠા હતા. 

— ANI (@ANI) January 26, 2024

પ્રતિનિધિ મંડળમાં સામાજિક ન્યાય વિભાગના સચિવ સુમંત ભાંગે, ઔરંગાબાદ મંડળીય આયુક્ત મધુકર અરંગલ, મુખ્યમંત્રીના અંગત સચિવઅમોલ શિંદે અને અન્ય લોકો સામેલ છે. જરાંગેએ અગાઉ જાહેરાત કરી હતી કે જો સરકારે આજ રાત સુધીમાં તેમની માંગણી પૂરી ન કરી તો તેઓ શનિવારે મુંબઈ તરફ કૂચ શરૂ કરશે અને ભૂખ હડતાળ પર બેસશે. 

શું હતી માંગણીઓ
મનોજ જરાંગેની માંગણી હતી કે મરાઠા સમુદાય માટે ઓબીસી હેઠળ સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતની માંગણીને લઈને પ્રદર્શન કરી રહ્યા છીએ. તેમની પહેલી માંગણી હતી કે મરાઠા સમુદાયને ફુલફ્રુફ અનામત મળે. જ્યાં સુધી બધા મરાઠાઓને અનામતનો લાભ ન મળે ત્યાં સુધી તેઓ ઘરે જશે નહીં. અનામત આંદોલનકારીઓ વિરુદ્ધ નોંધાયેલા અપરાધોને રદ કરવા માટે તારીખ નક્કી થાય. જરાંગેએ એવી પણ માંગણી રજૂ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે રકમ આપે અને અનેક કમિટી બનાવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news