Nagrota Encounter: મસૂદ અઝહરનો ભાઈએ આતંકીઓને કર્યા હતા મેસેજ, સેનાના હાથ લાગી ચેટ હિસ્ટ્રી
જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) હાઇવે પર નગરોટા ટોલ પ્લાઝા (Nagrota Toll Plaza) પાસે માર્યા ગયેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)ના આતંકી સતત પાકિસ્તાન (Pakistan)માં બેસી તેમના હેન્ડલરનો સંપર્કમાં હતા
Trending Photos
શ્રીનગર: જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) હાઇવે પર નગરોટા ટોલ પ્લાઝા (Nagrota Toll Plaza) પાસે માર્યા ગયેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)ના આતંકી સતત પાકિસ્તાન (Pakistan)માં બેસી તેમના હેન્ડલરનો સંપર્કમાં હતા. આ વાતનો ખુલાસો આતંકીઓ પાસેથી મળી આવેલા ડિજિટલ મોબાઇલ રેડિયો સેટથી થયો છે. પાકિસ્તાનમાં બનેલા આ ડિજિટલ મોબાઈલ રેડિયોથી તપાસ એજન્સીઓને આતંકીઓ અને તેમના હેન્ડલર વચ્ચેના ચેટ મેસેજ મળ્યા છે. જેમાં હેન્ડલર આતંકીઓને પૂછી રહ્યાં છે, પહોંચી ગયા? કોઈ મુશ્કેલી તો થઈ નથી? આ તમામ મેસેજ રાતે 2 વાગ્યાની આસપાસ રેકોર્ડ થયાછે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, આતંકીઓને આ મેસેજ પાકિસ્તાની હેન્ડલર અને મસૂદ અઝહરનો ભાઈ રઉફ અઝહર મોકલી રહ્યો હતો. ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમાચાર સામે આવ્યા છે કે, રઉફ અઝહર આ સમયે પાકિસ્તાનમાં છે. છેલ્લા એક અઠવાડિયાથી જમ્મુના કઠુઆ જિલ્લાની સામે પાકિસ્તાનના શક્કરગઢ પોસ્ટ વિસ્તારમાં તેને જોવામાં આવ્યો છે. સેનાના હાથ લાગેલી ચેટ હિસ્ટ્રીથી જાણવા મળ્યું છે કે, આતંકીઓને ભારત મોકલી હુમલો કરવાનો સંપૂર્ણ પ્લાન રઉફ અઝહરનો જ હતો.
આ પણ વાંચો:- Nagrota attackને લઇને પાકિસ્તાની દૂતાવાસ પ્રભારીને બોલાવ્યા, વિદેશ મંત્રાલયે મોકલી નોટીસ
સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુના નગરોટામાં ગત ગુરૂવાર સવારે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર મારી પાકિસ્તાનના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ AK સીરિઝની 11 રાયફલ સહિત ચીનમાં બનેલા 30 હેન્ડ ગ્રેનેડ, રોકેટ લોન્ચર ફાયર કરનાર 6 ગ્રેનેડ, 3 પિસ્ટલ, 2 આઇઇડી રિમોટ, 2 કટર, દવાઓ, બ્લેન્કેટ, સૂકા મેવા અને અર્ધ વિસ્ફોટક જપ્ત કર્યા હતા. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આતંકી કાશ્મીરમાં ઘુસવામાં સફળ થઇ જતા તો તેઓ મુંબઇ તરફ મોટા ખુનીખેલને અંજામ આપી શકતા હતા.
આ રીતે ભારતમાં ઘુસ્યા હતા આતંકી
જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા ચારેય આતંકી જમ્મુના સાંબા બોર્ડર દ્વારા ભારતમાં ઘુસ્યા હતા. ત્યાંથી તેમણે કાશ્મીર જવા માટે ચોખાથી ભરેલા ટ્રકમાં આશ્રય લીધો હતો. તેઓ ચોખાની બોરીઓની વચ્ચે જગ્યા બનાવી બેસી ગયા અને સરળતાથી ઘણી પોસ્ટ પાર કરી ગુરૂવાર સવારે 4.45 કલાકે નગરોટા બન ટોલ સુધી પહોંચ્યા હતા.
પોલીસ ચેકિંગ દરમિયાન ડ્રાઇવર ફરાર
નગરોટા બન ટોલ પર જમ્મુ કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ચેકિંગ કરી રહ્યું હતું. તે ચેક પોસ્ટની મદદ માટે સીઆરપીએફ અને સેનાની ચેક પોસ્ટ પણ બનાવી હતી. SOGએ જ્યારે ચોખાથી ભરેલા ટ્રકને રોક્યો, તેનો ડ્રાઇવર નીચે ઉતરી ભાગી ગયો હતો. ડ્રાઇવરના ભાગી જવાથી પોલીસને તેના પર શંકા થઈ. એક ટીમ તેની પાછળ ભાગી, જ્યારે બાકીની ટીમે ટ્રને ઘેરી લીધો હતો.
બહાર નીકળવા માટે આતંકીઓએ ફેંક્યો ગ્રેનેડ
પોલીસથી ઘેરાયેલા આતંકીઓએ ટ્રકમાંથી બહાર નીકળવા માટે હેન્ડ ગ્રેન્ડે ફેંક્યો હતો. ગ્રેનેડ એટેક થતા જ નજીકની પોસ્ટ પર તૈનાત CRPF અને સેનાના જવાન પણ સ્થળ પર પહોંચી ગયા અને ટ્રકને ચારેય તરફથી ઘેરી લીધો હતો. આ સાથે જ જમ્મુ-કાશ્મીર હાઇવેને વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં બંને પક્ષો વચ્ચે ફાયરિંગ શરૂ થઈ ગઈ હતી. આ ગોળીબારમાં SOGના 4 જવાન ઇજાગ્રસ્ત થયા છે, જેમને જમ્મુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અઢી કલાકમાં સુરક્ષા દળોએ ચારેય આતંકીઓને ઠાર માર્યા
લગભગ અઢી કલાક સુધી બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું હતું. જેમાં આતંકીઓએ ટ્રકથી બહાર નીકળવાનો ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ સુરક્ષા દળોએ તાત્કાલિક ગોળીબાર કરી ચારે આતંકીઓને ઠાર માર્યા હતા. હેવી ફાયરિંગના કારણે ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાના થોડા સમય બાદ જ્યાં સુધી કોઈ હલચલ થઈ નહીં તો પાણી છાંટી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ ચોખાની બોરીઓ હટાવી તપાસ કરવામાં આવી તો ત્યાં ચાર આતંકીઓની લાશ મળી હતી. આગ અને ફાયરિંગના કારણે ચારેય આતંકીઓના મૃતદેહ બળી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે