મુખ્યમંત્રી મમતા બેનર્જી પર અમિત શાહનો હુમલો, જણાવ્યું ક્યારે લાગૂ થશે સીએએ?

Amit Shah On CAA: પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ટીએમસી ભ્રમ ફેલાવી રહી છે કે અમે સીએએ લાગૂ કરીશું નહીં. હું તેમને કહેવા ઈચ્છુ છુંકે કોરોનાની લહેર સમાપ્ત થતાં અમે સીએએ લાવીશું. 

મુખ્યમંત્રી મમતા બેનર્જી પર અમિત શાહનો હુમલો, જણાવ્યું ક્યારે લાગૂ થશે સીએએ?

કોલકત્તાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય બંગાળના પ્રવાસે છે. ગુરૂવારે ભાજપના વરિષ્ઠ નેતાએ સિલીગુડીના રેલવે સ્પોર્ટ્સ મેદાનમાં જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે, અમે લોકતંત્ર પર વિશ્વાસ કરીએ છીએ. અમે વિચાર્યું હતું કે મમતા બેનર્જી ત્રીજીવાર જીત્યા તો સુધરી જશે પરંતુ તેમ થયું નહીં. મમતા બેનર્જી ત્રીજીવાર ચૂંટણી જીત્યા બાદ પણ સુધરી રહ્યાં નથી. અમિત શાહે કહ્યું કે, ભાજપ તમારા વિરુદ્ધ લડાઈ યથાવત રાખશે. 

ગૃહમંત્રીએ કહ્યું કે અમે એક વર્ષની તક આપી હતી, પરંતુ તે ન બદલ્યા. તેમને કહીશ કે જનતા સારા-સારાને ઠીક કરી દે છે. શાહે કહ્યુ કે હું બંગાળના લોકોનો આભાર માનવા ઈચ્છુ છું કે જેણે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 3થી વધારી 77 કરવામાં મદદ કરી. 

અમિત શાહે મમતા બેનર્જીને સવાલ કર્યો કે, 'દીદી દેશમાં કંઈ થાય તો તમે ડેલિગેશન મોકલો છો પરંતુ બીરભૂમમાં કેમ ડેલિગેશન મોકલ્યું નહીં?'' 

— ANI (@ANI) May 5, 2022

સીએએ પર બોલ્યા ગૃહમંત્રી
અમિત શાહે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ અફવા ફેલાવે છે કે સીએએ જમીન પર લાગૂ થશે નહીં. તેમણે કહ્યું કે કોરોનાની લહેર ખતમ થયા બાદ સીએએને લાગૂ કરવામાં આવશે. તેમણે ટીએમસીને કહ્યું કે, કાન ખોલીને સાંભળી લો, સીએએ વાસ્તવિકતા છે, હતું અને રહેશે. બંગાળમાં ઘુષણખોરી સમાપ્ત થશે. 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ,- પીએમ મોદીએ છેલ્લા બે વર્ષથી લોકોને ફ્રી અનાજ આપ્યું, પરંતુ તેમાં મમતા દીદી પોતાનો ફોટો લગાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, સિલીગુડીથી ગોરખપુર સુધી 31 હજાર કરોડના ખર્ચે 545 કિલોમીટરના રસ્તાનું કામ શરૂ થઈ ગયું છે. અમિત શાહે કહ્યું કે, કોઈ એક પાર્ટી છે જે ગોરખા ભાઈઓ પર ધ્યાન આપે છે તે છે ભાજપ. અમે કહ્યું છે કે તમામ બંધારણીય મર્યાદામાં રહેતા ગોરખા ભાઈઓની સમસ્યાનો ઉકેલ લાવીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news