અયોધ્યા વિવાદ: 100 દિવસમાં આવી શકે છે ચુકાદો, 17 નવેમ્બર બની શકે ઐતિહાસિક તારીખ

અયોધ્યા મામલે સુનાવણી હાથ ધરતા આજે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. આગામી 6 ઓગસ્ટથી હવે રોજે રોજ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે.

અયોધ્યા વિવાદ: 100 દિવસમાં આવી શકે છે ચુકાદો, 17 નવેમ્બર બની શકે ઐતિહાસિક તારીખ

નવી દિલ્હી: અયોધ્યા મામલે સુનાવણી હાથ ધરતા આજે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. આગામી 6 ઓગસ્ટથી હવે રોજે રોજ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મધ્યસ્થતાનું કોઈ પરિણામ આવ્યું નથી. એવી અટકળો થઈ રહી છે કે આગામી 100 દિવસમાં આ કેસમાં ચુકાદો આવી શકે છે. 

17 નવેમ્બર 2019ના રોજ રિટાયર થાય છે CJI
વાત જાણે એમ છે કે 17 નવેમ્બર 2019ના રોજ બંધારણીય બેન્ચના પ્રમુખ એટલે કે સીજેઆઈ રંજન ગોગોઈ રિટાયર થઈ રહ્યાં છે. આથી એવી અટકળો થઈ રહી છે કે તેમની નિવૃત્તિ પહેલા જ આ મામલે કોઈ ચુકાદો આવી શકે છે. 

6 ઓગસ્ટથી રોજે રોજ સુનાવણી
આજે આ મામલે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું કે 6 ઓગસ્ટથી રોજે રોજ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી ઓપન કોર્ટમાં કરાશે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી વખતે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ માટે બનાવવામાં આવેલી મધ્યસ્થતા કમિટીને પણ ભંગ કરી દીધી છે. 

જુઓ LIVE TV

મધ્યસ્થતા નિષ્ફળ
મળતી માહિતી મુજબ સોમવાર અને શુક્રવારને બાદ કરતા મંગળવાર, બુધવાર અને ગુરુવારે આ મામલે સતત સુનાવણી હાથ ધરાશે. અત્રે જણાવવાનું કે 8મી માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે કોર્ટે મધ્યસ્થતા માટે 3 સભ્યની કમિટીની રચના કરી હતી.  આ  કમિટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ(રિ). એફ એમ ઈબ્રાહિમ ખલિફુલ્લાહ, અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ સામેલ હતાં. કોર્ટે કહ્યું હતું કે મધ્યસ્થતા માટે 8 સપ્તાહનો સમય છે. કોર્ટનું કહેવું હતું કે સમિતિ આપસી સમજૂતિથી સર્વમાન્ય ઉકેલ કાઢવાની કોશિશ કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news