LIVE IPL 11: મુંબઇને પહેલો ઝટકો, કેપ્ટન રોહિત પેવેલિયન પરત ફર્યો

સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે આઇપીએલની સીઝન 11ની 7મી સિઝન રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાઇ રહ્યો છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સે બીજી ઓવરમાં જ પહેલી વિકેટ ગુમાવી હતી અને 11 રન બનાવી દીધા છે. 

LIVE IPL 11: મુંબઇને પહેલો ઝટકો, કેપ્ટન રોહિત પેવેલિયન પરત ફર્યો

હૈદરાબાદ : સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે આઇપીએલની સીઝન 11ની 7મી સિઝન રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાઇ રહ્યો છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સે બીજી ઓવરમાં જ પહેલી વિકેટ ગુમાવી હતી અને 11 રન બનાવી દીધા છે. 

વિલિયમસને ટોસ જીતીને મુંબઇને પહેલા બેટિંગ માટે બોલાવ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ નો નિર્ણય કર્યો છે અને મુંબઇ ઇન્ડિયન્સને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું છે. મુંબઇએ ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાનાં બદલે પ્રદીપ સાંગવાનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કર્યો છે. તે ઉપરાંત મિશેલ મેકલેંઘનનાં બદલે બેન કટિંગને પણ તક આપવામાં આવી છે. બીજી તરફ હૈદરાબાદે ભુવનેશ્વર કુમારનાં બદલે સંદીપ શર્માને પ્લેઇંગ ઇલેવનમાં તક્ક આપવામાં આવી છે. 

કેન વિલિયમસનની કેપ્ટન્સીવાળી હૈદરાબાદે પોતાની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને એકતરફી અંદાજમાં નવ વિકેટથી હરાવીને લીગમાં શાનદાર શરૂઆત કરી હતી. જો કે રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઇ ઇન્ડિયન્સે પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનાં હાથે કડક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news