મિશન 2019: રંગ લાવી પીએમ મોદીની મહેનત, AIADMKએ આપ્યા ગઠબંધનના સંકેત
પીએમ મોદીએ હાલમાં જ કહ્યું હતું કે બીજેપી તેના જુના સહયોગીની હંમેશા કદર કરે છે.
Trending Photos
ચેન્નાઇ: 2019ની લોકસભાની ચૂંટણી હવે માત્ર થોડા દિવસનો જ સમય બાકી છે. ત્યારે સપા અને બસપાએ ઉત્તર પ્રદેશમાં ગઠબંધન બનાવીચૂંટણી મેદનામાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ મહાગઠબંધનના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના માહોલની વચ્ચે દક્ષિણ ભારતમાંથી બીજેપી માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. બીજેપીને એક નવો સાથી મળી શકે છે. જી, હા વાત તમિલનાડુની પાર્ટી એઆઇએડીએમકેની થઇ રહી છે.
તમિલનાડુની પાર્ટી AIADMKએ સોમવારે સંકેત આપ્યા કે તેને આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઢબંધન કરવામાં કોઇ વાંધો નથી. AIADMK પાર્ટીના મહત્વનું પદ સંભાળી રહેલા પાર્ટીના સંકલનકારનું પદ સંભાળી રહેલા ઉપમુખ્યમંત્રી પનીરસેલ્વમે પત્રકારને કહ્યું કે ચૂંટણી સમયે કંઇ પણ થઇ શકે છે.
કર્નાટક સરકારના 13 ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ, BJP લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ: સૂત્ર
તેમના આ પ્રકારન જવાબથી એ વાત સ્પષ્ટ પણ દેખાઇ રહી છે, કે AIADMKને ભાજપ સાથે ગઠબંધન કરવામાં કોઇ પણ સંકોચ નથી. પનીર સેલ્વમને પ્રધાનમંત્રી દ્વારા હાલમાંજ આપવામાં આવેલા એક નિવેદન અંગે પૂછવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી તેમના જુના સહિયોગીઓની હંમેશા કદર કરે છે. અને ગઠબંધન માટે અમે હંમેશા તૈયાર રહ્યા છીએ.
JUN દેશદ્રોહ કેસ: દિલ્હી પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરી 1200 પેજની ચાર્જશીટ
તેણણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, AIADMK સાથેનું ગઠબંધન યોગ્ય છે, મેગા ગઠબંધન અને લોકો દ્વારા પસંદ કરવામાં આવેલા ગઠબંધનની જાહેરાત કરાશે.વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે પણ સંસદીય અથવા સ્થાનિકૉ ચૂંટણીની જાહેરાત થશે ત્યારે AIADMK સંપૂર્ણ રીતે સથા આપીને લડવા માટે તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે