ખેડૂતોને મનાવવા માટે કવાયત શરૂ, બુકલેટ શેર કરી PM મોદીએ કહ્યું- કૃષિ કાયદાને સમજવામાં રહેશે સરળતા

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે. કેન્દ્રની મોદી સરકારનું કહેવું છે કે તે વાતચીત માટે તૈયાર છે પરંતુ ખેડૂતોની માંગ છે કે કૃષિ કાયદાને રદ કરવામાં આવે ત્યારબાદ જ વાતચીત શક્ય છે. 

ખેડૂતોને મનાવવા માટે કવાયત શરૂ, બુકલેટ શેર કરી PM મોદીએ કહ્યું- કૃષિ કાયદાને સમજવામાં રહેશે સરળતા

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હીના નાકા પર ખેડૂતો આજે 24મા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. હજારોની સંખ્યામાં ખેડૂત દિલ્હી બોર્ડર પર આંદોલન માટે ઉભા છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે. કેન્દ્રની મોદી સરકારનું કહેવું છે કે તે વાતચીત માટે તૈયાર છે પરંતુ ખેડૂતોની માંગ છે કે કૃષિ કાયદાને રદ કરવામાં આવે ત્યારબાદ જ વાતચીત શક્ય છે. 

આ દરમિયાન સરકાર તરફથી ખેડૂતોને તે જણાવવાનો પ્રયત્ન ચાલુ છે કે ત્રણેય કૃષિ કાયદા તેમના હિતમાં છે. ભાજપના તમામ નેતા, કેન્દ્રીય મંત્રી કૃષિ કાયદાના પક્ષમાં વકાલત કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી પોતે પણ કૃષિ કાયદાને લઇને ખેડૂતોને વિશ્વાસ અપાવી રહ્યા છે કે તે તેમના હિતમાં છે. 

પ્રધાનમંત્રી મોદીએ શનિવારે એક ટ્વીટ કર્યું જેમાં ગ્રાફીક્સ અને બુકલેટ દ્વારા કૃષિ કાયદા વિશે જણાવવામાં આવ્યું છે. પીએમ મોદીએ લખ્યું 'ગ્રાફિક્સ અને બુકલેટ સહિત બધી જ સામગ્રી છે, જે તાજેતરમાં જ કૃષિ સુધાર આપણા ખેડૂતોની મદદ કરવામાં વિસ્તારથી જણાવે છે. આ NaMo એપ વોલંટિયર મોડ્યૂલને ડાઉનલોડ કરવામાં આવી શકે છે. તેને વાંચો અને શેર કરો. 

— Narendra Modi (@narendramodi) December 19, 2020

પીએમ મોદી શ્રી ગુરૂ તેગ બહાદુરના શહીદી દિવસ પર પણ ટ્વીટ કર્યું. પીમએ કહ્યું 'શ્રી ગુરૂ તેગ બહાદુરજીના જીવન સાહસ અને કરૂણાનું પ્રતીક છે. શહીદી દિવસ પર હું મહાન શ્રી ગુરૂ તેગ બહાદુરજીને નમન કરું છું અને એક ન્યાયપૂર્ણ અને સમાવેશી સમાજ માટે તેમના દ્વષ્ટિકોણને યાદ કરું છું. 

તે પહેલાં ખેડૂતોના આંદોલન પર કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે તેમને આશા છે કે નવા વર્ષ પહેલાં આ મામલે કોઇ સમાધાન થઇ જશે. તો બીજી તરફ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થઇ રહેલી સુનાવણીમાં કોર્ટે સમાધાન માટે એક સમિતિ બનાવવા, કેન્દ્ર સરકારને અસ્થાયી રીતે કૃષિ કાયદાને અમલમાં ન લાવવાની સલાહ આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news